ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

VIDEO: દિગ્વેશ રાઠીએ ફરી મેદાન પર ઝઘડો કર્યો, નીતિશ રાણાએ બરાબરનો જવાબ આપી દીધો

નવી દિલ્હી, 30 ઓગસ્ટ 2025: દિલ્હી પ્રીમિયર લીગમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં ત્યારે હોબાળો થયો, જ્યારે એલિમિનેટર મેચમાં વેસ્ટ દિલ્હી લાયન્સ અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ આમને-સામને હતા. આ મેચ દરમ્યાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ખૂબ જ રકઝક જોવા મળી હતી. મેચ દરમ્યાન પહેલી વાર માહોલ ત્યારે ગરમાયો, જ્યારે નીતિશ રાણા અને દિગ્વેશ રાઠી વચ્ચે બોલાચાલી થઈ હતી. દિગ્વેશ રાઠીએ આ ઝઘડાની શરુઆત કરી હતી, જેને નીતિશ રાણાએ પૂરો કર્યો. આ ઘટનાનો વીડિયો DPLએ પોતાના સત્તાવાર એક્સ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, જે થોડી વારમાં વાયરલ થઈ ગયો હતો.

વીડિયોમાં જોવા મળે છે કે દિગ્વેશ રાઠી રનઅપ તો લે છે, પણ તે બોલ નથી ફેંકતો, જેનાથી નીતિશ ગુસ્સે થઈ જાય છે. ત્યાર બાદ જ્યારે રાઠી ફરીથી રનઅપ લઈને બોલ નાખવા આવે છે તો નીતિશ પોતાની જગ્યાથી હટી જાય છે. ત્યાર બાદ બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થવા લાગે છે.

નીતિશ આ ઓવરમાં રિવર્સ સ્વીપ શોટની મદદથી છગ્ગો લગાવી રાઠીને જડબાતોડ જવાબ આપે છે. નીતિશ ત્યારે બાદ અનોખા અંદાજમાં સેલિબ્રેશન કરે છે, જે રાઠીને જરાં પણ ગમ્યું નથી અને બંને ખેલાડી મેદાન પર લડવા લાગ્યા હતા.

મેચમાં તણાવ અહીંથી ખતમ નથી થતો. તેની તરત બાદ કૃષ યાદવે અમન ભારતીના બોલ પર લોંગ-ઓફ બાઉન્ડ્રી પાર કરવાની કોશિશ કરી, પણ અનમોલ શર્માએ તેનો કેચ પકડી લીધો. ત્યાર બાદ મેદાન પર ખેલાડીઓ એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળ્યા. જેમાં સાઉથ દિલ્હીના સુમિત માથુર, બોલર અમર ભારતી અને યાદવની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. બંને પક્ષના ખેલાડીઓ ધક્કા-મુક્કી કરવા લાગ્યા, જે બાદ અધિકારીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો: લલિત મોદી શરમ કરો: થપ્પડ કાંડનો વીડિયો રિલીઝ કરતા શ્રીસંતની પત્નીએ ઉધડો લીધો

Back to top button