લલિત મોદી શરમ કરો: થપ્પડ કાંડનો વીડિયો રિલીઝ કરતા શ્રીસંતની પત્નીએ ઉધડો લીધો

નવી દિલ્હી, 30 ઓગસ્ટ 2025: હરભજન સિંહ અને શ્રીસંતના થપ્પડ કાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કરવાને લઈને શ્રીસંતની પત્ની ભુનેશ્વરીએ પૂર્વ આઈપીએલ અધ્યક્ષ લલિત મોદી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્કની આકરા શબ્દોમાં ટિકા કરી છે. આ થપ્પડ કાંડ આઈપીએલની સૌથી મોટી કોન્ટ્રોવર્સીમાંથી એક છે, પણ આજ સુધી તેનો વીડિયો કોઈએ જોયો નહોતો, કેમ કે કેમેરામેનનું ધ્યાન તે સમયે શ્રીસંત પર ગયું, જ્યારે તેની આંખોમાં આંસૂ હતા. હવે આ કાંડના 17 વર્ષ બાદ લલિત મોદીએ કોઈએ ન જોયેલો વીડિયો શેર કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે.
શ્રીસંતની પત્ની ભુનેશ્વરીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, લલિત મોદી અને માઈકલ ક્લાર્ક શરમ કરો. તમે લોકો માણસ કહેવાને લાયક નથી, ખાલી પોતાની સસ્તી લોકપ્રિયતા અને વિચારો માટે 2008ની કોઈ ઘટનાને ઢસડી રહ્યા છો. શ્રીસંત અને હરભજન બંને બહુ પહેલા આગળ નીકળી ચુક્યા છે, તેઓ હવે સ્કૂલે જતાં બાળકોના પિતા છે, તેમ છતાં પણ તમે જૂના જખમોને ફરીથી ઢસડવાની કોશિશ કરી રહ્યા છો, અત્યંત ઘૃણાસ્પદ, ક્રૂર અને અમાનવીય.
આ વિવાદ ત્યારે શરુ થયો, જ્યારે મોદી ક્લાર્કના બિયોન્ડ23 પોડકાસ્ટ પર આવ્યા અને ખુલાસો કર્યો કે તેમણે 2008ના વિવાદનો એક ન જોવાયેલો ફુટેઝ પોતાની પાસે રાખ્યો છે. કથિત રીતે સ્ટેડિયમના સુરક્ષા કેમેરામાં લેવાયેલી આ ક્લિપ શો દરમ્યાન ચલાવવામાં આવી હતી અને થોડી વારમાં આ વીડિયોએ સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે મેચ ખતમ થયા બાદ મુંબઈ ઈંડિયંસ અને કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડી એક બીજાને હાથ મિલાવી રહ્યા છે, ત્યારે હરભજન સિંહ શ્રીસંતને ઉલ્ટા હાથે તમાચો મારે છે.
આ પણ વાંચો: Asia Cup 2025: ટીમમાં જગ્યા ન મળતા PCB સામે આ ખેલાડીએ બાંયો ચડાવી, કહ્યું- સ્પષ્ટતા આપો, મને કેમ નથી રમાડતા












