ટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં BJP નો મુખ્યમંત્રી, JDU ના 2 નાયબ મુખ્યમંત્રી, નીતિશ રાજ્યસભા ગયા શું ફેરફાર થશે?

બિહારઃ 4 માર્ચ, 2026: Bihar Politics: બિહારમાં છેલ્લા 19 વર્ષથી વધુ સમયથી મુખ્યમંત્રી પદે બિરાજમાન અને 10 વાર શપથ લેનારા નીતીશ કુમાર હવે રાજ્યસભાના સાંસદ બનીને દિલ્હી જઈ શકે છે. પટનામાં આ ચર્ચાએ જોર પકડતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ચર્ચા છે કે બિહારમાં હવે ભારતીય જનતા પાર્ટી (BJP) નો મુખ્યમંત્રી બનાવવાનો રસ્તો સાફ થઈ રહ્યો છે.

શું છે નવું સમીકરણ?

જો નીતીશ કુમાર દિલ્હી જવા માટે સહમત થાય છે, તો તેઓ ગુરુવારે રાજ્યસભા માટે નામાંકન દાખલ કરી શકે છે. એપ્રિલમાં નવા સભ્યોના શપથ ગ્રહણ પહેલા બિહારમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રીની નિમણૂક થઈ શકે છે. આ ફેરફારને કારણે જેડીયુ (JDU), ભાજપ, ચિરાગ પાસવાનની LJP-R, જીતનરામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની RLM ના ધારાસભ્યોની નજર બદલાતા હવામાન પર છે.

કેબિનેટમાં થશે મોટો ફેરફાર: નિશાંત કુમાર બનશે ડેપ્યુટી CM?

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ભાજપનો મુખ્યમંત્રી બનશે તો કેબિનેટનું માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે.

  • મંત્રીપદની સંખ્યા: ભાજપના મુખ્યમંત્રી હેઠળની કેબિનેટમાં JDU ના મંત્રીઓની સંખ્યા ભાજપ કરતા વધારે હોઈ શકે છે.

    ડેપ્યુટી CM: અત્યાર સુધી ભાજપ પાસે રહેલા બે ડેપ્યુટી CM ના પદ હવે JDU ને મળી શકે છે.

    નિશાંત કુમારની એન્ટ્રી: જેડીયુ ક્વોટામાંથી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારનું નામ ડેપ્યુટી સીએમ તરીકે નિશ્ચિત માનવામાં આવે છે. અગાઉ તેમનું નામ હરિવંશ નારાયણ સિંહની જગ્યાએ રાજ્યસભા માટે ચર્ચાઈ રહ્યું હતું.

ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદારો

ભાજપ તરફથી મુખ્યમંત્રી પદ માટે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. સૂત્રો મુજબ, ભાજપ ઓબીસી (OBC) અથવા અતિ પછાત જાતિના નેતા પર પસંદગી ઉતારી શકે છે. જોકે, ભાજપ ભૂતકાળમાં ઓડિશામાં મોહન ચરણ માંઝી અને છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય જેવા અનપેક્ષિત નામો લાવીને ચોંકાવી ચુક્યું છે, તેથી કંઈ પણ કહેવું વહેલું ગણાશે.

વહીવટીતંત્રમાં પણ બદલાવના સંકેત

જ્યારે મુખ્યમંત્રી બદલાશે ત્યારે માત્ર મંત્રીમંડળ જ નહીં, પરંતુ નિગમો, બોર્ડ અને અમલદારશાહી (Bureaucracy) માં પણ મોટા પાયે ફેરફારો જોવા મળશે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ અંતિમ નિર્ણય કોના પક્ષમાં લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

 

Back to top button