ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી: નીતિન પટેલ

કડી, તા. 30 માર્ચ, 2025: આજે ગુડી પડવો, ચેટીચાંદ મનાવવામાં આવી રહ્યા છે. કડીમાં ચેટીચાંદના એક કાર્યક્રમમાં સામેલ થયેલા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું જે મહોલ્લામાં રહેતો હતો ત્યાં 1960થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા ઓછામાં ઓછા 25થી 30 પરિવાર રહેતા હતા. નવી પેઢીને તો ખબર જ નથી આ સિંધી શબ્દ પહેલા નહોતો, પહેલા વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા. ભારતના ભાગલા પડ્યા ત્યારે તમે બધા દેશભક્તિથી પ્રેરાઈ પાકિસ્તાન છોડી આપણા ભારતની પવિત્ર ભૂમિમાં આવ્યા. તમે બધાએ પાકિસ્તાનના મુસલમાનો ત્રાસ, મુસલમાનોનો અત્યાચાર, મુસલમાનોની આપણી બહેન-દીકરીઓ ઉપરની ખરાબ નજર એ બધું જ તમે લોકોએ ત્યાં જોયેલું.

સિંધીઓ મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા

આ બધું છોડી તમે બધા પહેરેલા કપડે અહીં આવ્યા. તમે બધા ગરીબ નહોતા. આજે સિન્ધ પ્રાંત કહેવામાં આવે છે તે સિંધ પ્રાંતમાં સિંધીઓ મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા, મોટા વ્યાપારીઓ હતા, મોટા ઉદ્યોગપતિઓ હતા. આઝાદીની લડતમાં મોટા નેતાઓ પણ હતા. પણ, કમનસીબે 1947માં ભાગલા પડ્યા એ પછી સિંધીભાઈઓને પણ બીજા સમાજની જેમ મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. એ વખતે તમે લોકો એ જમાનાની લાખો રૂપિયાની મિલકત પાકિસ્તાનમાં મૂકી દીધી. તમે લોકોએ મુસલમાનોના અને પાકિસ્તાનીઓના અત્યાચારથી બચવા માટે અને બહેન-દીકરીઓની ઈજ્જત બચાવવા માટે લાખો રૂપિયાની જમીન, જાયદાત, મકાનો બધું મૂકી ભારતમાં આવ્યા હતા.

હાલ મહારાષ્ટ્રમાં ફરી ઔરંગઝેબનું ભૂત ધુણ્યું છે

નીતિન પટેલે જણાવ્યું હતું કે, સિંધી કોઈ ધર્મ નથી એ ભારતના હિન્દુનો ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. પહેલાં સિંધી શબ્દ નહોતો નિરાશ્રિત કહેતા હતા. ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો ભારત આવ્યા હતા. એટલું જ નહિ તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનમાં મુસલમાનો એ કરેલા અત્યાચારો તમારે ભૂલવાના નથી, તેમનું ભૂત ગમે ત્યારે એને ગમે ત્યાં ધુણે છે. હાલ મહારાષ્ટ્રમાં ફરી ઔરંગઝેબનું ભૂત ધુણ્યું છે.

સિંધીઓ ગરીબ હશે પણ કદી ભીખ નથી માંગી

સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલનું નિવેદન આપતા વધુમાં જણાવ્યું કે સિંધીઓ ગરીબ હશે પણ કદી ભીખ નથી માંગી. ગુજરાત કે ભારતમાં સિંધીઓ કદી ભીખ માંગતા મેં નથી જોયા. અડવાણીજી પાકિસ્તાનમાંથી સિંધીઓની જેમ ભારતમાં આવેલા છે. ભારતમાં આવીને રાજકીય સામાજિક સેવાકીય ક્ષેત્રે કામ કર્યું છે. લાલકૃષ્ણ અડવાણી જી પણ સિંધી સમાજ અને ભારતનું ગૌરવ છે.

આ પણ વાંચોઃ મહુવામાં ASI સહિત 4 લોકો ACBના છટકામાં સપડાતાં ચકચાર, જાણો વિગત

Back to top button