નિફ્ટી 24,600ની નીચે, સેન્સેક્સમાં 700 પોઇન્ટથી વધુનો ઘટાડો

મુંબઇ, 22 મે, 2025: શેરબજારમાં આજે બ્લેક થર્સડે પૂરવાર થયો છે. કેમ કે બજાર પ્રારંભમાંથી પટકાયુ છે, જેમાં નિફ્ટી 24,600ની નીચે ધકેલાઇ ગઇ છે ત્યારે સેન્સેક્સમાં 700થી વધુ ઘટાડો થયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રારંભિક ટ્રેડમાં ઘટાડો થતા બેન્ચમાર્ક નિર્દેશાંકો નેગેટીવ ખુલ્યા હતા. જેમાં સેન્સેક્સની 360 પોઇન્ટ નીચે 81,236 પોઇન્ટ સાથે અને નિફ્ટી 98 પોઇન્ટ નરમ ખુલીને 24,714 પોઇન્ટ પર ખુલી હતી. બીજી બાજુ બેન્ક નિફ્ટી પણ 0.52 ટકાના સાથે 54,801 પોઇન્ટના સ્તરે ખુલી છે.
નોંધનીય છે કે ગઇકાલે ઊછાળાનું કોઇ પણ કારણ નહી હોવા છતાં નિફ્ટી 0.52 ટકા અને સેન્સેક્સ 0.51 ટકા વધીને બંધ આવ્યો હતો.
નોંધનીય છે કે પ્રિ માર્કેટ ઓપનિંગમાં નિફ્ટી 3 ટકા અને બીએસઇ સેન્સેક્સ 270 પોઇન્ટનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં ઈઝરાયલી દૂતાવાસ બહાર ગોળીબાર, વોશિંગટનમાં બે કર્મચારીઓના મૃત્યુ












