ગુજરાતટોપ ન્યૂઝ

નવા વર્ષની ખુશીઓમાં સાવધાની રાખવી જરૂરી, નહીં તો ખાલી થઈ જશે તમારું અકાઉન્ટ

31મી ડિસેમ્બર અને નવા વર્ષના પ્રારંભે જ્યારે આખું વિશ્વ એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં મગ્ન હોય છે, ત્યારે સાયબર ગુનેગારોએ છેતરપિંડીનો નવો કીમિયો અજમાવ્યો છે. વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ફરતી “તમારા નામે ગ્રીટિંગ કાર્ડ મોકલવા માટે અહીં ક્લિક કરો” જેવી લિંક તમારા જીવનભરની મૂડી સાફ કરી શકે છે. સાયબર ક્રાઈમ વિભાગે લોકોને આવી શંકાસ્પદ લિંક્સ અને APK ફાઈલોથી દૂર રહેવા કડક અપીલ કરી છે.

સાયબર અધિકારીઓના જણાવ્યા મુજબ, ગઠિયાઓ મેસેજમાં એક લિંક મોકલે છે, જેના પર ક્લિક કરવાથી યુઝરના ફોનમાં અજાણતા જ એક એપીકે ફાઈલ ડાઉનલોડ થઈ જાય છે. એકવાર આ ફાઈલ ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારા ફોનનો સંપૂર્ણ કંટ્રોલ સાયબર ગુનેગારો પાસે પહોંચી જાય છે. આ વાયરસ યુઝરના બેંકિંગ પાસવર્ડ, OTP અને ખાનગી ડેટાની ચોરી કરીને પળવારમાં બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે.

સુરક્ષિત મેસેજ: નવા વર્ષ માટે માત્ર ટેક્સ્ટ મેસેજ, સાદી ઈમેજ (ફોટો) કે ડાયરેક્ટ વીડિયો જ ખોલવા.
અજાણી લિંક ટાળો: ગ્રીટિંગ કાર્ડ બનાવવા કે ‘તમારું નસીબ જુઓ’ જેવી આકર્ષક લિંક્સ પર ક્લિક કરવું નહીં.
APK ફાઈલથી દૂર રહો: વોટ્સએપ પર કોઈ અજાણી વ્યક્તિ કે ગ્રુપમાંથી આવતી ફાઈલ ક્યારેય ઇન્સ્ટોલ કે ડાઉનલોડ કરવી નહીં.

Back to top button