ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

નવી યામાહા FZ-S FI થઈ લોન્ચ, સ્પોર્ટી લુક અને શાનદાર ફીચર્સના ચાહકો થયા દિવાના

નવી દિલ્હી, 9 એપ્રિલ, 2025: યામાહાએ ભારતમાં FZ-S FI ને MY25 માં અપડેટ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટ સાથે, તેની કિંમતમાં પણ થોડો વધારો થશે. MY25 વર્ઝનને સુધારવા માટે, કંપનીએ તેની ડિઝાઇનમાં નાના ફેરફારો કર્યા છે અને કેટલાક નવા રંગો પણ રજૂ કર્યા છે જેમાં મેટ બ્લેક, આઈસ ફ્લુઓ-વર્મિલિયન, મેટાલિક ગ્રે અને સાયબર ગ્રીનનો સમાવેશ થાય છે. તેમાં નેગેટિવ એલસીડી ડિસ્પ્લે છે જે યામાહા વાય-કનેક્ટ મોબાઇલ એપ સાથે કનેક્ટ થાય છે.

શું તમે પણ નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા ચો તો આ સમાચાર તમારા માટે જ છે. તેમાં નવી OBD-2B complaint પણ આપવામાં આવી છે. આ સાથે તેમાં નવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. યામાહાની આ નવી બાઇકમાં નવા OBD-2B સુસંગત 149cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન ૧૨.૫પીએસ પાવર અને ૧૩.૩એનએમ ટોર્ક જનરેટ કરે છે. પ્રદર્શનની દ્રષ્ટિએ તે યામાહા FZ-S Fi હાઇબ્રિડ જેવું જ છે.

જાણો કિંમત વિશે ?
નવી Yamaha FZ-S Fi ભારતીય બજારમાં 1,34,800 રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કરવામાં આવી છે. તે પાછલી પેઢીના Yamaha FZ-S Fi V4 DLX કરતાં 3,000 રૂપિયા મોંઘી છે અને Yamaha FZ-S Fi હાઇબ્રિડ કરતાં 10,000 રૂપિયા સસ્તી છે. આ બાઇક ભારતમાં બજાજ પલ્સર N150 અને TVS અપાચે RTR 160 2V જેવા લોકપ્રિય મોડેલો સાથે સ્પર્ધા કરશે.

પાવરટ્રેન તરીકે, 2025 યામાહા FZ-S FI 149cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 12bhp ની મહત્તમ શક્તિ અને 13.3Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. બાઇકનું એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તે જ સમયે, બાઇકમાં 140-સેક્શનનું મોટું રીઅર ટાયર, સિંગલ-ચેનલ ABS, ટ્રેક્શન કંટ્રોલ, Y-કનેક્ટ સાથે સંપૂર્ણપણે ડિજિટલ ક્લસ્ટર અને LED હેડલાઇટ્સ છે.

સુવિધાઓ અને ટેકનોલોજી
આમાં, યામાહાએ કનેક્ટિવિટી સુવિધાઓ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. આ બાઇકમાં નેગેટિવ LCD ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે યામાહા Y-Connect મોબાઇલ એપ સાથે કનેક્ટ થાય છે. આ દ્વારા, તમે બાઇકની સ્ક્રીન પર જ કોલ, એસએમએસ અને ઇમેઇલ એલર્ટ, ફોન બેટરી સ્ટેટસ, ઇંધણ વપરાશ ટ્રેકર અને પાર્કિંગ લોકેશન જેવી સુવિધાઓનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત બાઇકમાં ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે. જોકે, 150cc બાઇક ચલાવતા કેટલાક લોકોને આ વાત વધુ પડતી લાગે છે, પરંતુ નવા રાઇડર્સ માટે, આ એક મોટી સલામતી સુવિધા સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો..શું તમે 30 હજારના પગાર પર સારી કાર ખરીદવા માંગો છો? તો આ કાર ખરીદો અને માણો આનંદ

Back to top button