નેટ-યુજી 2026ના રી-ટેસ્ટ માટે એરફોર્સ તૈયાર! પેપર લીક અટકાવવા સરકાર લેશે IAFની મદદ

NEET-UG 2026: NEET-UG 2026 પરીક્ષાના પેપર લીકના આરોપ પછી સરકારે મોટું પગલું ભરવાની તૈયારી કરી છે. સરકાર NEET-UGના રી-ટેસ્ટ (21 જૂન) માટે પ્રશ્નપત્રોના પરિવહન અને લોજિસ્ટિક્સની જવાબદારી ઈન્ડિયન એરફોર્સ (IAF)ને સોંપવાનો વિચાર કરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કોમ્યુનિકેશન્સ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા હતા. બેઠકમાં ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
સૂત્રો અનુસાર, પ્રિન્ટિંગ પ્રેસથી દેશભરના પરીક્ષા કેન્દ્રો સુધી પ્રશ્નપત્રોને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે IAFની સેવાઓનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે વાતચીત પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કેમ જરૂરી પડી ?
હાલમાં પરીક્ષા પેપરો પોસ્ટલ વિભાગ દ્વારા મોકલવામાં આવે છે, જેમાં અનેક હાથો અને સ્થળો પર હેન્ડલિંગ થાય છે. આ પ્રક્રિયામાં લીકનું જોખમ વધુ રહે છે. IAFની મદદથી આ જોખમને ન્યૂનતમ કરવાનો સરકારનો પ્રયાસ છે.
રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો યોજનાને મંજૂરી મળે તો IAF સંબંધિત અધિકારીઓ સાથે વ્યવહારુ વિગતો અંગે ચર્ચા કરશે.
આ પગલું NEET-UG 2026ની પરીક્ષાની સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવા માટે લેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પેપર લીકના કિસ્સાઓને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : આઘાતજનક! ટોયલેટમાં સ્ટાફે વાસણ સાફ કર્યાં, FSSAIએ IRCTCને નોટિસ ફટકારી












