NEET પેપર લીક કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, રાજસ્થાનથી બે અને બિહારમાંથી એકની ધરપકડ

NEET exam fraud: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સાથે મોટી સફળતા મેળવી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ચેનલો બનાવીને લાખો રૂપિયામાં NEETના પેપરો વેચવાનો ધંધો કરનારા 2 શખ્સોને રાજસ્થાનથી અને પરીક્ષા ફીના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ઠગાઈ આચરનારા એક આરોપીને બિહારથી દબોચી લેવાયો છે.
આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવાનો મેસેજ મુકતા
બનાવની વિગત એવી છે કે, દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી. તપાસમાં સામે આવ્યું કે, બે આરોપી ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી NEETના પેપર વેચે છે, જેને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે.
આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવા અંગેનો મેસેજ મુકતા હતા. જે બાદ જેને ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપી લાખો રૂપિયા લઈને પેપર અને આન્સર કી આપતા હતા. જોકે, આરોપીઓ કોઈ જુના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિદ્યાર્થીઓના ID-પાસવર્ડ હેક કરી રિફંડના નામે છેતરપિંડી
NEETની પરીક્ષામાં રિફંડના નામે ફ્રોડ કરતા અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતો હતો. વિદ્યાર્થીઓના આઇડી અને પાસવર્ડ સાથે ચેડા કરીને તેઓની સાથે ફ્રોડ કરતો હતો, જેની સાયબર ક્રાઈમે બિહારથી ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતોનું મહાઆંદોલન: હજારો ટ્રેક્ટર સાથે ગાંધીનગર તરફ કૂચ,શાંતિપૂરા સર્કલ પર જામ












