ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF સજ્જ, વિવિધ શહેરોમાં ટીમ તૈનાત કરાઇ

  • ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી
  • ગુજરાતના જળાશયોમાં 15 હાઇ એલર્ટ, 10 એલર્ટ હેઠળ
  • ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરાના જરોદથી એનડીઆરએફની 12 ટીમો ગુજરાત અને 3 ટીમો રાજસ્થાન ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ વર્ષે સારો વરસાદ આવે તેવી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ શહેર ખાતે બે ટીમો સ્ટેન્ડબાય છે

આગમચેતી તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં એનડીઆરએફની 12 ટીમો આપત્તિ સમયે પહોંચી વળવા જરૂરી સાધન સામગ્રીથી સજ્જ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં સુરત, રાજકોટ, કચ્છ, જુનાગઢ, ભાવનગર, પાટણ, વલસાડ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને અમરેલી ખાતે એક-એક ટીમ તથા અમદાવાદ શહેર ખાતે બે ટીમો સ્ટેન્ડબાય છે. જ્યારે રાજસ્થાનના કોટા, ઉદયપુર અને ભરતપુર ખાતે એક એક ટીમ સ્ટેન્ડ બાય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના જળાશયોમાં 15 હાઇ એલર્ટ, 10 એલર્ટ હેઠળ

ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ છે. જેમાં 15 હાઇ એલર્ટ, 10 એલર્ટ અને 9 વોર્નિંગ હેઠળ છે. 9 જળાશયો જે 100 ટકા ભરાઇ ગયા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બાગડ, બોટાદના ભીમાદ, સુરેન્દ્રનગરના વાંસલ-લિમ ભોગાવો-સબુરી-ધોળી ધજાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 મૃતકોના DNA મેચ, 202 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા

Back to top button