ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોટા સમાચાર: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેનક્રેશમાં નિધન, જાણો કઈ રીતે બની આ ઘટના

બારામતી, 28 જાન્યુઆરી 2026: સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વડા અજિત પવારનું નિધન થયું છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન થયું. વિમાનમાં સવાર પાંચ લોકોના મોત થયા. અજિત પવાર બારામતીમાં એક જાહેર સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. વિમાન ત્યાં ઉતરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની.

વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. અહેવાલો અનુસાર, તે અજિત પવારનું પ્રાઈવેટ જેટ હતું. અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

અકસ્માત કેવી રીતે થયો?

વિમાનમાં કુલ પાંચ લોકો સવાર હતા. લો વિજિબિલિટીના કારણે આ અકસ્માત થયો છે. અકસ્માત ભયાનક હતો. દુર્ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો. અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી માટે ખાસ ફ્લાઇટમાં રવાના થયા હતા. જિલ્લા પરિષદની ચૂંટણી માટે બારામતીમાં પ્રચાર રેલીઓ યોજાઈ રહી હતી. બારામતી તહસીલના વિવિધ જિલ્લા પરિષદ મતવિસ્તારોમાં આજે ચાર જિલ્લા પરિષદ રેલીઓ યોજાઈ હતી.

અજિત પવાર સાથે વિમાનમાં તેમના સુરક્ષા કર્મચારીઓ અને સહાયકો પણ હતા. ઘટનાસ્થળે અનેક કાર્યકરો અને અજિત પવારના નજીકના સાથીઓ પણ હાજર હતા.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના વિમાન ક્રેશનો વીડિયો સામે આવ્યો

Back to top button