નેશનલ

લ્યો બોલો, હવે છ હજારની નોકરી કરતા યુવકને મળી 2 કરોડની નોટિસ

National News: ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સિદ્ધાર્થનગર જિલ્લાના ડુમરિયાગંજ તાલુકા વિસ્તારના એક યુવાનને GST વિભાગ દ્વારા આશરે રુપિયા 2 કરોડની ટેક્સની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ ઓમ પ્રકાશ વર્માને મળી છે, જેના કારણે પરિવારજનો આઘાતમાં છે.

નોટિસ મળતા જ ઓમ પ્રકાશ ચોંકી ગયા

પીડિત ઓમ પ્રકાશ વર્માએ આ નોટિસ મળતા કહ્યું હતું કે, “હું એક ગરીબ માણસ છું. હું છ થી સાત હજાર રૂપિયામાં કામ કરું છું. મને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.” ઓમ પ્રકાશ ડુમરિયાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારવાથિયા મુસ્તખામ ગામના રહેવાસી છે. તેમને GST વિભાગ તરફથી 1,99,42,313ની ટેક્સ ચુકવણીની નોટિસ મળી છે. આ નોટિસ 10 ફેબ્રુઆરીએ પોસ્ટ દ્વારા આવી હતી. નોટિસ વાંચીને, ઓમ પ્રકાશ ચોંકી ગયા હતા.

ઓમ પ્રકાશ વર્માએ ફરિયાદ દાખલ કરી

નોંધનીય છે કે ઓમ પ્રકાશ વર્મા એક ખાનગી શિક્ષક તરીકે નોકરી કરે છે અને તેમનું વેતન છ થી સાત હજાર રૂપિયા છે હવે આ નોટિસ મળ્યા બાદ ઓમ પ્રકાશ વર્માએ સૌપ્રથમ ડુમરિયાગંજ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ દાખલ કરી છે. આ પછી ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જાણકારી મેળવી તો ખબર પડી કે કોઈએ ઓમ પ્રકાશના પાન કાર્ડનો દુરુપયોગ કર્યો છે અને નવી દિલ્હી અને ફર્રુખાબાદમાં અલગ અલગ કંપનીઓ બનાવી છે. તે કંપનીઓ સાથે વ્યવહારો કરવામાં આવ્યા હતા. નવી દિલ્હી સ્થિત ઓમ ટ્રેડર્સે ગયા વર્ષે રુપિયા 11,07,90,628નો વ્યવહાર કર્યો હતો, અને પીડિતને 1,99,42,313નો ટેક્સ ચૂકવવા માટે નોટિસ મળી હતી.

પીડિત શિક્ષકે શું કહ્યું?

પીડિત શિક્ષકે જણાવ્યું હતું કે, “હું સિદ્ધાર્થનગરના ભારવથિયા મુસ્તખામનો રહેવાસી છું. મારી પાસે એક પાન કાર્ડ હતું, જેનો કોઈએ બે કંપનીઓ બનાવવા માટે દુરુપયોગ કર્યો હતો. એક દિલ્હીમાં ઓમ ટ્રેડર્સ નામથી નોંધાયેલ છે, અને બીજી ફાર્રુખાબાદમાં વર્મા એન્ટરપ્રાઇઝ નામથી નોંધાયેલ છે. મને 10 ફેબ્રુઆરીએ નોટિસ મળી હતી. તે લગભગ 2 કરોડની આસપાસની હતી. હું એક ગરીબ માણસ છું, અને હું ડરી ગયો હતો. હું આ મામલાની તપાસ કરાવવા માટે દોડી ગયો હતો. મેં ડુમરિયાગંજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ દાખલ કરી હતી.”

“મને ફસાવવામાં આવી રહ્યો છે”

જ્યારે હું નૌગઢ ગયો, ત્યારે કરવેરા વિભાગના ડેપ્યુટી કમિશનરે મને જણાવ્યું હતું કે, “કંપનીઓ મારા નામે નોંધાયેલ છે. ત્યારથી હું આમતેમ દોડી રહ્યો છું. આ નોટિસ દિલ્હીથી આવી છે. હું એક ખાનગી શિક્ષક છું અને મને 6,000થી 7,000 જેટલો પગાર મળે છે. હું આની સંપૂર્ણ તપાસ ઇચ્છું છું. મને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.”

આ પણ વાંચો : ‘AI ઘણું કરી શકે પણ દિલ્હીના ટ્રાફિકને ઠીક ન કરી શકે’, પૂર્વ બ્રિટિશ PMએ આવું કેમ કહ્યું?

Back to top button