ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાસપોર્ટ બનાવનારાઓ માટે મોટા સમાચાર! બાળકોના પાસપોર્ટની વેલિડિટી બદલાઈ, ફી પણ વધી

Passport Rules 2026: વિદેશ જવા માટે પાસપોર્ટ બનાવવાની તૈયારી કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. વિદેશ મંત્રાલયે Passports (Amendment) Rules, 2026માં વધુ એક ફેરફાર કર્યો છે. 15 સપ્ટેમ્બર 2026ના નોટિફિકેશન મુજબ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના 36 પેજના સામાન્ય પાસપોર્ટની વેલિડિટી હવે 5 વર્ષ અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રહેશે—બંનેમાંથી જે પહેલાં આવે તે માન્ય રહેશે. આ સુધારો ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ અમલમાં આવ્યો છે.

બાળકોના પાસપોર્ટમાં શું બદલાયું?

નવા નિયમ મુજબ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકને આપવામાં આવતો 36 પેજનો સામાન્ય પાસપોર્ટ જારી થયાની તારીખથી 5 વર્ષ સુધી અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી, બેમાંથી જે પહેલાં આવે ત્યાં સુધી માન્ય રહેશે. એટલે કે બાળક 18 વર્ષનું 5 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં થઈ જાય તો પાસપોર્ટની માન્યતા તે સમયે પૂરી થશે.

આ ફેરફાર ખાસ કરીને એવા વાલીઓ માટે મહત્વનો છે જેઓ પોતાના નાના બાળકો માટે પાસપોર્ટ બનાવડાવી રહ્યા છે.

પાસપોર્ટની ફીમાં પણ વધારો

પાસપોર્ટની ફીમાં મોટો વધારો 1 જુલાઈ 2026થી લાગુ થઈ ચૂક્યો છે. Passport Sevaની સત્તાવાર વેબસાઇટ પણ નવી ફી લાગુ થયાની પુષ્ટિ કરે છે.

18 વર્ષથી વધુ ઉંમરના અરજદારો માટે:

  • 36 પેજનો સામાન્ય પાસપોર્ટ: ₹2,500
  • 60 પેજનો સામાન્ય પાસપોર્ટ: ₹3,500
  • 36 પેજનો તત્કાલ પાસપોર્ટ: ₹5,000
  • 60 પેજનો તત્કાલ પાસપોર્ટ: ₹6,000

જૂની ફીની સરખામણીએ 36 પેજના સામાન્ય પાસપોર્ટ માટે ₹1,000 અને 60 પેજના પાસપોર્ટ માટે ₹1,500નો વધારો થયો છે.

 બાળકો માટે કેટલી ફી?

18 વર્ષથી ઓછી ઉંમરના અરજદારો માટે 36 પેજના સામાન્ય પાસપોર્ટની ફી ₹1,750 છે. તત્કાલ સેવા માટે સત્તાવાર ફી-સ્ટ્રક્ચરમાં કુલ ₹4,250 દર્શાવવામાં આવી છે.

આ ઉપરાંત 8 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને નવા પાસપોર્ટના ફ્રેશ એપ્લિકેશનમાં 10% ફી રિબેટ મળે છે. આ છૂટ રિ-ઈશ્યૂ માટે લાગુ પડતી નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પાસપોર્ટ ખોવાઈ જાય કે નુકસાન થાય તો?

નવા ફી માળખા મુજબ ખોવાયેલા અથવા નુકસાન થયેલા પાસપોર્ટના રિપ્લેસમેન્ટ માટે પણ વધુ ફી ચૂકવવી પડશે. 36 પેજના પાસપોર્ટ માટે સામાન્ય રિપ્લેસમેન્ટ ફી ₹5,000, જ્યારે 60 પેજ માટે ₹6,000 છે. તત્કાલમાં આ ફી અનુક્રમે ₹7,500 અને ₹8,500 થાય છે.

એક મહત્વની સ્પષ્ટતા

15 સપ્ટેમ્બરના નવા નોટિફિકેશન G.S.R. 820(E)માં મુખ્યત્વે બાળકોના પાસપોર્ટની વેલિડિટી અને ફી લાગુ કરવાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે; તેમાં નવી ફીની રકમ અલગથી જાહેર કરવામાં આવી નથી. ફીની રકમ અગાઉના જૂન 2026ના સુધારા મુજબ 1 જુલાઈથી લાગુ છે.

આ પણ વાંચો: વાહ જેઠા ભાઈ વાહ! જેઠાલાલની બાહોમાં આવીને પડ્યા બબીતાજી,વીડિયો જોઈ ચાહકો ખુશ થયા

Back to top button