ટ્રેન્ડિંગનેશનલમીડિયા

સત્ય નિકેતનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, છ મોત બાદ CM રેખા ગુપ્તાનો મોટો નિર્ણય

 Building Collapse:  દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન (Satya Niketan) વિસ્તારમાં રવિવારે પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં ભારે દુર્ઘટના સર્જાઈ હતી. અત્યાર સુધીમાં આ ઘટનામાં છ લોકોનાં મોત થયા છે, જ્યારે 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હજુ પણ યુદ્ધના ધોરણે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) ચાલી રહ્યું છે.

કાટમાળમાં કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં તેની તપાસ માટે NDRFની ડોગ સ્કવોડ (NDRF Dog Squad)ની પણ મદદ લેવામાં આવી રહી છે. બચાવ ટીમો ધીમે ધીમે કાટમાળ હટાવીને વધુ શોધખોળ કરી રહી છે.

અકસ્માત બાદ PG સંચાલકોમાં ફફડાટ

બિલ્ડિંગ દુર્ઘટના બાદ સત્ય નિકેતન વિસ્તારમાં કેટલાક PG સંચાલકોએ પોતાની બિલ્ડિંગની બહાર લગાવેલા PGના બોર્ડ હટાવી દીધા હોવાની માહિતી સામે આવી છે. કેટલાક સ્થળોએ અંદરથી તાળાં લગાવી દેવામાં આવ્યા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

આ પગલાં પાછળ અહીં PGનું સંચાલન થતું હોવાનું છુપાવવાનો પ્રયાસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

CM રેખા ગુપ્તાએ આપ્યા તપાસના આદેશ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઘટનાને ગંભીરતાથી લેતા સમગ્ર મામલાની મેજિસ્ટ્રિયલ તપાસ (Magisterial Inquiry)ના આદેશ આપ્યા છે. તેમણે બિલ્ડિંગના માલિક સામે FIR નોંધવાની સૂચના પણ આપી છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે આ દુર્ઘટના માટે જે કોઈ જવાબદાર ઠરશે તેની જવાબદારી નક્કી કરવામાં આવશે અને કાયદા મુજબ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચાર માળથી વધુના ગેરકાયદે બાંધકામ સીલ થશે

દિલ્હીના મેયર પ્રવેશ વાહી (Mayor Pravesh Wahi)એ પણ અકસ્માત બાદ કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના માટે જવાબદાર લોકોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.

તેમણે ચાર માળથી વધુના તમામ ગેરકાયદે બાંધકામ (Illegal Construction)ને તાત્કાલિક સીલ કરવાની વાત કરી છે. સાથે જ બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

MCDએ બિલ્ડિંગ અંગે શું કહ્યું?

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના જણાવ્યા મુજબ, ધરાશાયી થયેલી ઈમારતની ઓળખ P-14, સત્ય નિકેતન તરીકે થઈ છે. આ મિલકત પુનર્વસન કોલોનીનો ભાગ છે અને તેનું ક્ષેત્રફળ આશરે 55 ચોરસ ગજ છે.

MCD અનુસાર, મિલકતમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ચોથી માળ સુધીના ફ્લોર હતા. આ ઈમારત 1990ના દાયકામાં બનાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

MCDએ વધુમાં કહ્યું કે આ મિલકતને બુક અથવા સીલ કરવામાં આવી હોવાનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. તેમજ મિલકતમાં કરવામાં આવેલા કોઈપણ કામ અંગે અગાઉ ફરિયાદ મળી હોવાની માહિતી પણ સામે આવી નથી.

આસપાસની જર્જરિત ઈમારતોને નોટિસ

હાદસા બાદ MCD પણ એક્શન મોડમાં આવી ગયું છે. અકસ્માત જ્યાં થયો હતો તે ગલીમાં આવેલી અન્ય જર્જરિત ઈમારતો (Dilapidated Buildings)ને નોટિસ આપવામાં આવી છે.

આ કાર્યવાહીનો હેતુ આસપાસની ઇમારતોની સ્થિતિની તપાસ કરીને કોઈ અન્ય દુર્ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો છે.

બિલ્ડિંગ ધરાશાયી થવાનો CCTV વીડિયો સામે આવ્યો

આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં ઈમારત અચાનક ધરાશાયી થયા બાદ સમગ્ર વિસ્તારમાં ધૂળનું મોટું ગોટાળું ફેલાતું જોવા મળે છે.

બિલ્ડિંગની સામે આવેલા શિવ મંદિરના એક રૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન સાથે સમગ્ર ઘટનાની તપાસ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો : કિંજલ રબારી ‘અપહરણ’ કેસમાં મોટો ટ્વિસ્ટ: CCTVમાં જાતે કારમાં બેસતી જોવા મળી

Back to top button