ટોપ ન્યૂઝનેશનલ

VIDEO : રાહુલ ગાંધીના ‘દેશદ્રોહી મિત્ર’ વાળા કટાક્ષ પર કેન્દ્રીય મંત્રીનો જડબાતોડ વળતો જવાબ

Rahul Gandhi Ravneet Singh Bittu Video : આજે સંસદની બહાર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના સાંસદો સંસદના મકર દ્વાર પર હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વિરોધ પક્ષોના સાંસદોનો દેખાવ

સંસદમાં હાલ બજેટ સત્ર (Budget session 2026) ચાલી રહ્યું છે. આજે (04 ફેબ્રુઆરી 2026) છઠ્ઠા દિવસે, કોંગ્રેસના સાંસદો, રાહુલ ગાંધી સાથે, સંસદના દરવાજા બહાર, હાથમાં પોસ્ટર પકડીને દેખાવ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રાજકીય દુશ્મનાવટની એક વિચિત્ર ઘટના સામે આવી હતી. રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ વચ્ચે થયેલી વાતચીનો એક વીડિયો સામે આવ્યો છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

રાહુલે રવનીત સિંહ બિટ્ટૂને દેશદ્રોહી કહ્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે રાહુલ ગાંધી વિરોધ કરી રહેલા પક્ષના સાંસદો સાથે ઉભા હતા, ત્યારે તેમણે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂને નજીક આવતા જોઈને ‘દેશદ્રોહી મિત્ર’ કહ્યા હતા. બિટ્ટૂએ પણ આનો વળતો જવાબ આપતા રાહુલ ગાંધીને ‘દેશના દુશ્મન’ કહ્યા હતા. જ્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ મકર દ્વાર પર વિરોધ કરી રહેલા કોંગ્રેસ સાંસદો પાસેથી પસાર થયા, ત્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની તરફ જોયું અને કહ્યું, ‘જુઓ, એક દેશદ્રોહી ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તેનો ચહેરો જુઓ’.

રવનીત સિંહ બિટ્ટૂનો રાહુલને વળતો જવાબ

આ પછી બિટ્ટૂ નજીક આવ્યા, ત્યારે રાહુલ ગાંધીએ તેમની સાથે હાથ મિલાવવાની ઓફર કરી, ‘નમસ્તે, મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા કરશો નહીં, તમે કોંગ્રેસમાં પાછા ફરશો’. જે બાદ બિટ્ટૂએ તેની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરીને રાહુલ ગાંધીને ‘દેશના દુશ્મન’ કહીને વળતો જવાબ આપ્યો હતો.

Back to top button