સંસદ પરિસરમાં ધરણા પર બેઠા ચંદ્રશેખર આઝાદ, લાઠીચાર્જ મુદ્દે સરકાર પર સાધ્યું નિશાન

Chandrashekhar Azad sits on a dharna : દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસદ માર્ચ દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જ બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ ઘટનાના વિરોધમાં એએસપી (ASP) પ્રમુખ અને નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદ સંસદ પરિસરમાં ધરણા પર બેસી ગયા છે.
ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “જ્યાં મેં બંધારણની શપથ લીધી હતી, આજે એ જ સ્થળે બંધારણના સન્માનની રક્ષા માટે બેઠો છું. નિર્દોષ લોકો પર થયેલા અત્યાચાર સામે મારું કર્તવ્ય નિભાવી રહ્યો છું.” તેમના આ નિવેદન બાદ સમગ્ર મામલે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
કોકરોચ જનતા પાર્ટીએ પણ લાઠીચાર્જને લઈને કેન્દ્ર સરકાર પર કડક પ્રહાર કર્યા
બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીએ પણ લાઠીચાર્જને લઈને કેન્દ્ર સરકાર પર કડક પ્રહાર કર્યા છે. પાર્ટીએ પોતાના X એકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી કરતા લખ્યું કે સરકારની કાર્યવાહીથી દેશ શરમજનક સ્થિતિમાં મુકાયો છે અને જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ.
जहाँ संविधान की शपथ ली, आज वहीं संविधान का सम्मान बचाने बैठा हूँ।
मासूमों पर हुए अत्याचार के विरुद्ध अपना कर्तव्य निभा रहा हूँ।
जय भीम, जय भारत।#संसद_मार्च #जंतर_मंत्र pic.twitter.com/J2ENfzZdNP— Chandra Shekhar Aazad (@BhimArmyChief) July 21, 2026
ઉલ્લેખનીય છે કે સંસદ તરફ કૂચ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ લાઠીચાર્જ અને અથડામણની ઘટના સામે આવી હતી. આ મામલે દિલ્હી પોલીસે તોડફોડ, સુરક્ષાકર્મીઓ પર હુમલો અને કાયદો-વ્યવસ્થા ભંગ કરવા સહિતના વિવિધ આરોપો હેઠળ એફઆઈઆર પણ નોંધેલી છે.
હાલ સમગ્ર ઘટનાને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. વિરોધ પક્ષો સરકારની કાર્યવાહીની ટીકા કરી રહ્યા છે, જ્યારે સત્તાવાર એજન્સીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવાયા હોવાનું જણાવી રહી છે.
આ પણ વાંચો : સરકારની ચિંતા વધી: વિદ્યાર્થીઓ બાદ હવે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, દિલ્હીમાં આવતા રોકવા માટે પોલીસનો ખડકલો












