ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

NASAની મોટી જાહેરાત, ISROના અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલવાની તૈયારી

Text To Speech
  • ભારત અને અમેરિકા અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ઘણા પગલાં લેવા જઈ રહ્યા છે

નવી દિલ્હી, 21 જૂન: ભારત અને અમેરિકા અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ઘણા પગલાં લેવા જઈ રહ્યા છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને હાલમાં કહ્યું છે કે, અમેરિકન સ્પેસ એજન્સી ISROના એક અવકાશયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં રહેવાની તાલીમ આપીને ત્યાં મોકલવામાં આવશે. ક્રિટિકલ એન્ડ એડવાન્સ ટેક્નોલોજી (iCET)ને પ્રોત્સાહન આપવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે, ગયા વર્ષે અમે ભારત ગયા હતા. ભારત અને અમેરિકા માનવતાના ભલા માટે સાથે મળીને કામ કરવા તૈયાર છે.

 

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને શું કહ્યું?

બિલ નેલ્સને કહ્યું કે, “અમે અવકાશના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું અને ISRO તરફથી એક અવકાશયાત્રીને ISS પર જવા, ત્યાં રહેવા અને પાછા ફરવાની તાલીમ આપવામાં આવશે. આ ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાનને આગળ વધારવામાં મદદ કરશે.” તેણે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહી છે. ઉલ્લેખનીય છે કે, નેલ્સને આ વાત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના સમકક્ષ જેક સુલિવન વચ્ચેની બેઠક બાદ કહી હતી. સુલિવને સોમવારે કહ્યું હતું કે, ISRO અવકાશયાત્રીઓને અદ્યતન તાલીમ આપવામાં આવશે.

બિલ નેલ્સને વધુમાં કહ્યું કે, નાસા ભારતીય અવકાશયાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સંયુક્ત મિશન કરશે. મહત્ત્વપૂર્ણ છે કે, બંને નેશનલ સિક્યોરીટી એડવાઇઝર (NSA)એ સ્પેસ ફ્લાઈટ સહયોગ અને વ્યૂહાત્મક માળખાના વિકાસ માટે વાતચીત કરી હતી. NASA અને ISROના અવકાશયાત્રીઓનો આ પ્રથમ સંયુક્ત પ્રયાસ હશે. શક્ય છે કે, ભારતીય અવકાશયાત્રીઓ આ વર્ષના અંત સુધીમાં ISS માટે ઉડાન ભરી શકે છે. શક્ય છે કે, ISRO ચાર અવકાશયાત્રીઓને તાલીમ માટે પસંદ કરે.

NASA અને ISROની સંયુક્ત કામગીરી 

NASA અને ISRO મળીને ISRO સિન્થેટિક એપરચર રડાર એટલે કે NISAR લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ મિશન ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે. તે દર 12 દિવસમાં બે વાર પૃથ્વીનો નકશો બનાવશે. જેક સુલિવાન અને NSS અજીત ડોભાલ વચ્ચેની વાતચીત બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપગ્રહ નાસા અને ઈસરોએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે.

આ પણ જુઓ: સિક્કીમ: 30 ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા

Back to top button