નડીયાદઃ એસીબીએ પોલીસ કોન્સ્ટેબલને 25 હજારની લાંચ લેતા ઝડપ્યો

નડીયાદ, તા. 31 જુલાઈ, 2025: એસીબની ઝાળમાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. ફરીયાદી તથા તેમનાં પરીવારનાં સભ્યો વિરુધ્ધ દેશીદારુનો ખોટો કેસ કરવાની હિરેનકુમાર જયંતીભાઇ પટેલ (ઉ.વ.૩૩ હોદ્દો-પોલીસ કોન્સ્ટેબલ, નોકરી-ખેડા-નડીયાદ એલ.સી.બી. શાખા રહેવાસી- બ્લોક નં-બી/૨ મકાન ન- ૧૭, નડીયાદ રૂરલ પોલીસ લાઇન, નડીયાદ, ખેડા) ધમકી આપી લાંચ માગી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાંચનુ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨૫,૦૦૦ સ્વીકારતા પકડાયો હતો.
ટ્રેપનુ સ્થળ: ઇન્દીરાનગર, ગામ-ગુતાલ, તાલુકો-નડીયાદ જીલ્લો-ખેડા
ટ્રેપીગ અધિકારી:
ડી.બી.ગોસ્વામી, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી :
કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.
ઉલ્લેખનીય છે કે લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ભુજમાંથી ટેક્નિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.
આ પણ વાંચોઃ ACB Trap: ભુજમાંથી ટેક્નિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયા, જાણો શેની માંગી હતી લાંચ












