દિલ્હીમાં નવપરિણીત મહિલાનું મિસ્ટ્રી ડેથ, પરિવારનો દાવો- હત્યા કરવામાં આવી

Newly Wed Girl Murdered: દિલ્હીમાં નવપરિણીત મહિલાના રહસ્યમય મોતની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આકૃતિ સુતાર નામની 28 વર્ષની મહિલાનો મૃતદેહ શનિવારે સાંજે લોધી કોલોની સ્થિત રહેણાંક સોસાયટીમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી ગંભીર આરોપો લગાવ્યા છે.
પરિવારના જણાવ્યા મુજબ, આકૃતિએ એ જ દિવસે ઓફિસ ફરી શરૂ કરી હતી અને પોતાના સહકર્મચારીઓ માટે નાની પાર્ટી પણ રાખી હતી. પરિવારનું કહેવું છે કે આ પ્રકારનું વર્તન ડિપ્રેશન અથવા આત્મહત્યાની માનસિક સ્થિતિ દર્શાવતું નથી.
સાંજે માતા સાથે થઈ હતી વાત
પરિવારના જણાવ્યા અનુસાર, આકૃતિએ સાંજે લગભગ 6 વાગ્યે પોતાની માતા સાથે ફોન પર વાત કરી હતી. તે સમયે તે સામાન્ય સ્થિતિમાં હતી અને પાર્ટી વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે ઘરે પરત ફરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓનલાઈન ધમકીથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ‘મુસ્તફા’ નામના એક શંકાસ્પદ આઈડી પરથી ચોંકાવનારી ટિપ્પણી
આકૃતિના કાકા મનંજય સુતારે જણાવ્યું કે લગભગ બે કલાક બાદ, રાત્રે 8 વાગ્યે તેના પતિનો ફોન આવ્યો હતો જેમાં તેણે આકૃતિ ગુમ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ લગભગ દોઢ કલાક પછી પોલીસ તરફથી પરિવારને માહિતી મળી કે પાલિકા કુંજ વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો છે.
સોસાયટીમાં મળી આવી લાશ
નવી દિલ્હીના પુષ્પ વિહાર વિસ્તારમાં રહેતી આકૃતિ ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. તેનો મૃતદેહ લોધી કોલોનીની રહેણાંક સોસાયટીમાં જમીન પર પડેલો મળ્યો હતો. પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે કે તે બિલ્ડિંગ પરથી નીચે પડી હશે.
દહેજ માટે હેરાનગતિના આરોપ
પરિવારજનોએ આકૃતિના પતિ અરસ્તુ સિક્કા અને તેના પરિવાર પર દહેજ માટે હેરાનગતિના ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, લગ્ન પછીથી સતત 20 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી હતી અને આકૃતિને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી.
પરિવારનો આક્ષેપ છે કે અરસ્તુએ અનેક વખત આકૃતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મૃત્યુના બે દિવસ પહેલાં બંને વચ્ચે ગંભીર ઝઘડો પણ થયો હતો.
આઠ વર્ષના સંબંધ બાદ થયા હતા લગ્ન
આકૃતિ અને અરસ્તુનો લગભગ આઠ વર્ષથી સંબંધ હતો અને બંનેએ 24 એપ્રિલે લગ્ન કર્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, અરસ્તુ હાલ બેરોજગાર છે.
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલાની દરેક દિશામાંથી તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલુ છે.












