ટ્રેન્ડિંગનેશનલમીડિયા

My fitness journey: 380 કરોડના માલિક ‘ટેક્નિકલ ગુરુજી’એ 4 મહિનામાં ઘટાડ્યું 30 કિલો વજન! જાણો કેવી રીતે?

HD ન્યુઝ ડેસ્ક, 2 જાન્યુઆરી 2026:   ટેક્નિકલ ગુરુજી ગૌરવ ચૌધરી પ્રખ્યાત  યુટ્યુબર, ટેક બ્લોગર અને નેનો સાયન્સ રિસર્ચર છે. તેઓ હિન્દીમાં ટેક્નોલોજી સાથે જોડાયેલા વીડિયો બનાવે છે અને હાલ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં રહે છે. અજમેર (રાજસ્થાન)ના રહેવાસી ગૌરવનું નામ ફોર્બ્સ ઇન્ડિયા 30 અંડર 30 લિસ્ટમાં આવી ચૂક્યું છે. અહેવાલો મુજબ, ટેક્નિકલ ગુરુજીની અંદાજિત નેટ વર્થ 350-380 કરોડ જણાવવામાં આવી છે. યુટ્યુબ વિગ્તપણ, બ્રાન્ડ સ્પોન્સરશિપ અને ટેક પ્રોડક્ટ પ્રમોશનથી તેમની કમાણી થાય છે.

કેટલાક દિવસ પહેલાં તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે કેવી રીતે તેમણે તેમનું 30 કિલો વજન ઘટાડ્યું. તો આવો તેમની વેટ લોસ જર્ની જાણીએ.

નોર્મલ લાઇફ, નોર્મલ વેટ

 પેટ હશે અંદર! રોજ સવારે ખાલી પેટ પીઓ આ ‘મેજિક ડ્રિંક’

ગૌરવે જણાવ્યું કે 2015માં જ્યારે તેઓ 24 વર્ષના હતા, ત્યારે તેમનું વજન નોર્મલ હતું. કોલેજ લાઇફ ચાલી રહી હતી, રૂટીન એક્ટિવ હતું, વધુ પડતું ટ્રાવેલ નહોતું અને ઘરનું ખાવાનું મળતું હતું. તે સમયે લાઇફ બેલેન્સમાં હતી અને ફિટનેસ પોતાની જ યોગ્ય થઈ જતી હતી. પરંતુ જ્યારે તેમનું કામ શરૂ થયું ત્યારે તે પછી તેમની લાઇફસ્ટાઇલ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. લગાતાર ટ્રાવેલ, સૂવા-ઉઠવાનો કોઈ ટાઇમ નહીં, બહારનું ખાણું વગેરેથી ધીમે ધીમે તેમના પર અસર પડી અને 2016થી 2019 સુધી ધીમે ધીમે તેમનું વજન વધવા લાગ્યું. જુલાઈ 2020 સુધીમાં તેમનું વજન 105 કિલો પહોંચી ગયું.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Chaudhary (@technicalguruji)

કોવિડ બન્યો ટર્નિંગ પોઇન્ટ

ગૌરવે જણાવ્યું, ‘કોવિડ દરમિયાન મને જાત પર કામ કરવાનો અવસર મળ્યો. મેં ૪ મહિનામાં લગભગ 30 કિલો વજન ઘટાડ્યું. આ દરમિયાન હું રોજ 20-20 કિલોમીટર સુધી વોક કરતો હતો અને દિવસમાં લગભગ 3 કલાક પગપાળા ચાલતો હતો. નવેમ્બર 2020 સુધીમાં તેમનું વજન નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું.’

‘વજન ઘટ્યા પછી મેં બોડીને ટોન કરવા માટે વર્કઆઉટ શરૂ કર્યું. 2021 સુધીમાં હું સારી શેપમાં આવી ગયો પરંતુ પછી ટ્રાવેલિંગ ફરી શરૂ થઈ ગઈ. કોવિડ સમાપ્ત થયા પછી ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪માં મારું વજન ફરીથી ૧૦૩ કિલો સુધી પહોંચી ગયું.’

2024થી સ્ટ્રિક્ટ રૂટીન અપનાવ્યું

‘ગયા વર્ષના ઓક્ટોબરમાં મેં નક્કી કર્યું કે હવે હું ક્યારેય ટ્રાવેલિંગનો બહાનો નહીં બનાવું. મેં સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરી અને જેટલું રૂટીનમાં ફિટ થઈ શકે તેટલું વર્કઆઉટ શરૂ કર્યું. મહિના દર મહિને મહેનત ચાલુ રહી. ડિસેમ્બર ૨૦૨૫માં હવે મારું વજન ૭૫ કિલો છે અને તમામ બાયો માર્કર્સ પરફેક્ટ છે. હું હજુ સુધી મારી લાઇફના બેસ્ટ શેપમાં છું.’

ડિસિપ્લિન જ અસલી સિક્રેટ

ગૌરવ ચૌધરીનું કહેવું છે, ‘મારી લાઇફમાં કોઈ ટ્રેન્ડ કે શોર્ટકટે કામ નથી કર્યું પરંતુ ડિસિપ્લિનએ કામ કર્યું છે. AI કે શોર્ટકટ્સ પર ભરોસો ના કરો. નાના-નાના ડિસિપ્લિન અને રોજના ગોલ્સ જ અસલી બદલાવ લાવે છે. હું કરી શકું છું, તો તમે પણ કરી શકો છો.’

ટેક્નિકલ ગુરુજીની ફિટનેસ જર્નીમાંથી શીખવાની 5 વાતો:

વજન ધીમે ધીમે વધે છે તેથી તેને ઘટાડવા માટે પેશન્સ રાખવું જરૂરી છે.

સિમ્પલ એક્સર્સાઇઝ જેમ કે વોકિંગ, રનિંગ પણ અસરદાર થાય છે.

ટ્રાવેલ, કામ કે સમયની કમી માત્ર બહાના છે, જ્યાં સુધી એક્સક્યુઝ પૂરા ના થાય ત્યાં સુધી બદલાવ નહીં આવે.

વજન ઘટાડવું સરળ છે, તેને મેન્ટેન કરવું અસલી પડકાર છે, ફિટનેસને લાઇફસ્ટાઇલ બનાવવું પડે છે.

શોર્ટકટ નહીં, ડિસિપ્લિન જ કામ કરે છે. રોજના નાના ગોલ લાંબા સમયમાં મોટું પરિણામ આપે છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા સાથે નવા વર્ષની ઉજવણી કરી, રોમેન્ટિક ફોટો શેર કર્યા

Back to top button