કમાણીમાં 2025માં મુકેશ અંબાણી નંબર-1, અદાણી ત્રીજા નંબર પર સરક્યા… જાણો બીજા નંબર પણ કોણ છે?

નવી દિલ્હીઃ 16 ડિસેમ્બર, 2025: વર્ષ 2025માં દલાલ સ્ટ્રીટ પર દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શેરનો જાદુ જોવા મળ્યો છે. રિલાયન્સના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 27 ટકાનો જોરદાર ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ પર થઈ છે. અંબાણીની સંપત્તિમાં 15 અબજ ડોલરથી વધુનો વધારો નોંધાયો છે અને તેઓ 100 અબજ ડોલરના ક્લબમાં મજબૂતીથી ટકી રહ્યા છે.
મુકેશ અંબાણી: કમાણીમાં નંબર-1
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index) મુજબ, મુકેશ અંબાણી આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા ભારતીય અબજોપતિ બન્યા છે.
- સંપત્તિમાં વધારો:રિલાયન્સના શેરમાં તેજીને કારણે અંબાણીની સંપત્તિમાં3 અબજ ડોલર (આશરે ₹1.3 લાખ કરોડ) નો વધારો થયો છે.
- કુલ નેટવર્થ:તેમની કુલ સંપત્તિ વધીને હવે 106 અબજ ડોલર થઈ ગઈ છે.
- વૈશ્વિક રેન્કિંગ:દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં તેઓ 18મા ક્રમે છે.
- તેજીનું કારણ:વર્ષ 2026માં રિલાયન્સ જિયોના IPO ની આશા અને પોઝિટિવ સેન્ટિમેન્ટને કારણે RIL નો શેર સેન્સેક્સ પર છઠ્ઠો બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક બન્યો છે.
કમાણીમાં લક્ષ્મી મિત્તલે અદાણીને પછાડ્યા
વર્ષ 2025માં કમાણીના મામલે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ હોવા છતાં, આ વર્ષે કમાણી કરવામાં તેઓ ત્રીજા સ્થાને સરકી ગયા છે.
વર્ષ 2025માં કમાણીના મામલે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ હોવા છતાં, આ વર્ષે કમાણી કરવામાં તેઓ ત્રીજા સ્થાને સરકી ગયા છે.
| અબજોપતિ | 2025 માં સંપત્તિમાં વધારો ($) | કુલ નેટવર્થ |
| મુકેશ અંબાણી | 15.3 અબજ | 106 અબજ |
| લક્ષ્મી મિત્તલ | 11.7 અબજ | 31.40 અબજ |
| ગૌતમ અદાણી | 6.52 અબજ | 85.2 અબજ |
લક્ષ્મી મિત્તલ (નંબર-2): આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી મિત્તલની સંપત્તિમાં 11.7 અબજ ડોલરનો વધારો થયો છે, જેનાથી તેઓ આ વર્ષે કમાણી કરવામાં બીજા ક્રમે રહ્યા છે.
ગૌતમ અદાણીની મિશ્ર સ્થિતિ
ગૌતમ અદાણીની સંપત્તિ આ વર્ષે 6.52 અબજ ડૉલર વધી છે. જોકે, તેમની અલગ-અલગ કંપનીઓના શેરના પ્રદર્શનમાં મોટો તફાવત જોવા મળ્યો છે: અદાણી પાવર, અદાણી એનર્જી અને અદાણી પોર્ટ્સના શેરમાં 23-36% નો વધારો થયો. એસીસી (ACC), અદાણી ટોટલ ગેસ અને NDTV જેવી કંપનીઓના શેરમાં 13-35% નો ઘટાડો નોંધાયો છે.












