ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આણંદમાં PSI વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો, PSI ફરાર

આણંદ, 27 જુલાઈ 2025: ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પી.ડી. રાઠોડ વતી એક વચેટિયાને એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) એ રૂ. 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. આ લાંચ ગૌમાંસના ગુનામાં આરોપીને બચાવવા માટે માંગવામાં આવી હતી. શરૂઆતમાં રૂ. 5 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદ ઘટાડીને રૂ. 3 લાખ કરવામાં આવી હતી.
ACBએ ગુપ્ત માહિતીના આધારે ટ્રેપ ગોઠવી હતી, જેમાં વચેટિયો ઝડપાયો. જોકે, ટ્રેપની જાણ થતાં પીએસઆઈ પી.ડી. રાઠોડ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ACBએ આ મામલે તપાસ શરૂ કરી છે અને ફરાર પીએસઆઈની શોધખોળ ચાલુ છે.
આ ઘટનાએ પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. ACB અધિકારીઓએ જણાવ્યું કે આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભ્રષ્ટાચારને રોકી શકાય. હાલ પોલીસ અને ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Back to top button