ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મનરેગા કૌભાંડ: ભાજપના દિગ્ગજ મંત્રીના દીકરાની ધરપકડ: TDO પણ ગયા જેલમાં

દાહોદ, 17 મે 2025: દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા યોજના કૌભાંડ મામલે પાંચ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. હવે મનરેગા કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મનરેગામાં કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડની ની ધરપકડ કરાઇ છે. આની સાથે TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ દાહોદ પોલીસે મોડી રાત્રે કરી છે, આ કેસમાં તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત છે. આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લા પોલીસવડાએ આ ધરપકડની પુષ્ટિ કરી છે. વર્ષ 2021 થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ થઈ હતી જેમાં રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ છે આ સમગ્ર મામલે દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ નોંધી હતી. જુદી જુદી 25 એજન્સીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી હતી. દેવગઢબારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. આ રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓની છે અને આ એજન્સીના માલિક કિરણ ખાબડ અને બળવંત ખાબડ છે.

આ પણ વાંચો..રબારી સમાજનું શાનદાર કામ: ગરીબ ઘરની 11 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવશે, પરિવાર પાસેથી એક પણ રુપિયો લેશે નહીં

Back to top button