ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશમાં માયાવતીના આ નિર્ણયથી ભાજપ ખુશ! યોગી સરકારના મંત્રીએ કહ્યું- જે રીતે જવાબ આપ્યો…

UP Politics: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓએ 19 મેના રોજ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીને મળીને તેમના સ્વાસ્થ્ય અંગે ખબર-અંતર પૂછ્યાવાનો પ્રયાસ કર્યો. જોકે બસપા પ્રમુખના ઘરના દરવાજા કોંગ્રેસના નેતાઓ માટે ખુલ્યા નહોતા.

આ મામલે હવે ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને યોગી સરકારમાં મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ બસપા સુપ્રીમો માયાવતી દ્વારા કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મુલાકાત વગર જ પરત મોકલવાના મુદ્દે કહ્યું કે દેશ અને રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ છે અને પાર્ટીએ પોતાની જમીન સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. તેઓ માત્ર ફોટો પડાવવા અને સમાજમાં પોતાની હાજરી નોંધાવવા ગયા હતા. આ એક ફોટો સેશન જેવી મુલાકાત હતી. માયાવતીએ જે રીતે જવાબ આપ્યો, તે બતાવે છે કે કોંગ્રેસે પોતાનો રાજકીય આધાર કેટલો ગુમાવ્યો છે.

કાંગ્રેસના નેતાઓએ શું કર્યું?

બીજી તરફ, માયાવતીના લખનઉ સ્થિત નિવાસસ્થાને મંગળવારે સાંજે કોંગ્રેસના ઘણા નેતાઓ કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અને કોઈ સત્તાવાર મંજૂરી વગર પહોંચી ગયા હતા, જેના કારણે આ મામલો વિવાદનું કારણ બન્યો છે અને આ અંગે પાર્ટીએ તેમની પાસે સ્પષ્ટીકરણ પણ માંગ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ માટે પરિસ્થિતિ વધુ અસહજ એ કારણે બની કે આ મુલાકાત રાહુલ ગાંધીની રાયબરેલી યાત્રા દરમિયાન થઈ હતી, પરંતુ પ્રતિનિધિમંડળ માયાવતીને મળી શક્યું નહોતું.

બસપાના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ વિશ્વનાથ પાલે કોંગ્રેસના નેતાઓની મુલાકાત અંગે કહ્યું કે માયાવતીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હોવાની તેમને કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું, “મને ખબર નથી કે બહેનજીને મળવા કોણ ગયું હતું. મને આવી કોઈ પણ મુલાકાતની જાણ નથી.”

માયાવતીના નિવાસસ્થાને પહોંચેલા નેતાઓમાં કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર પાલ ગૌતમ અને વિભાગના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ તથા સાંસદ તનુજ પુનિયા સામેલ હતા.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ કોકરોચ જનતા પાર્ટી, 3 દિવસમાં 1 લાખ યુવાનો જોડાયા

Back to top button