Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

‘ફોન કેમ નથી ઉઠાવતા? ખુદને આટલા મોટા ન સમજો…’ બંગાળના ટોપ અધિકારીને સુપ્રીમે કેમ લગાવી ફટકાર

Malda Judicial Officers Gherao: પશ્ચિમ બંગાળના માલદામાં ન્યાયિક અધિકારીઓના ઘેરાવ અને સુરક્ષામાં ક્ષતિના મામલે સુપ્રીમ કોર્ટે મમતા સરકારની આકરી આલોચના કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ (Chief Secretary) ને સીધો સવાલ કર્યો હતો કે, “તમે ફોન કેમ નથી ઉઠાવતા?” કોર્ટે સ્પષ્ટ કર્યું કે ન્યાયિક અધિકારીઓ પરના હુમલા અત્યંત ગંભીર બાબત છે અને તેની તપાસમાં કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં.

તપાસમાં NIAની એન્ટ્રી: 12 કેસ સોંપાયા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કોર્ટને જણાવ્યું કે આ ઘટનાક્રમમાં અત્યાર સુધીમાં 11 FIR નોંધવામાં આવી છે. NIA તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ જણાવ્યું કે, એક મહિલા જજને કાર્યક્રમ સ્થળે પહોંચતા રોકવામાં આવ્યા હતા અને કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 309 શંકાસ્પદોની ઓળખ થઈ છે.

સુપ્રીમ કોર્ટે પોતાના વિશેષ અધિકાર અનુચ્છેદ 142 નો ઉપયોગ કરીને તમામ 12 કેસોની તપાસ તાત્કાલિક અસરથી NIAને સોંપી દીધી છે અને રાજ્ય પોલીસને તમામ રેકોર્ડ સોંપવા આદેશ કર્યો છે.

“મુખ્ય સચિવે માફી માંગવી જોઈએ”: સુપ્રીમ કોર્ટ

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેશ થયેલા મુખ્ય સચિવે સફાઈ આપી હતી કે તેઓ દિલ્હીમાં મીટિંગમાં હોવાથી કોલ જોઈ શક્યા નહોતા. આ બાબતે જસ્ટિસ બાગચીએ આકરા શબ્દોમાં કહ્યું, “તમે એટલા ઊંચા હોદ્દા પર નથી કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ તમારો સંપર્ક ન કરી શકે. મહેરબાની કરીને જમીન પર રહો.” ચીફ જસ્ટિસે વધુમાં ઉમેર્યું કે મુખ્ય સચિવે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની માફી માંગવી જોઈએ.

વહીવટીતંત્ર અને પોલીસની નિષ્ફળતા

કોર્ટે અવલોકન કર્યું કે આ સમગ્ર ઘટના વહીવટીતંત્ર અને પોલીસની નિષ્ફળતા છે, જેના કારણે ન્યાયિક અધિકારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. NIA હવે ધરપકડ કરાયેલા આરોપીઓ શાહજહાં કાદરી અને મફતુલ ઈસ્લામ સહિતના અન્ય લોકોની પૂછપરછ કરશે. કોર્ટે રાજ્ય સરકારના વલણ સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ સંબંધોનું લોહી લજવાયું:દિવ્યાંગ પુત્રી પર આચર્યું જઘન્ય કૃત્ય, માસૂમ ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ ફિલ્મ ફ્લોપ થઈ તો અક્ષયે પ્રોડ્યુસરને પાછો આપી દીધો ચેક, એકતા કપૂરે કહ્યું- ‘હું તો ચોંકી ગઈ…’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button