મલયાલમ સિનેમાના દિગ્ગજ શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન: કમલ હાસન, શશિ થરૂરે શોક વ્યક્ત કર્યો

- લગભગ 50 વર્ષથી સિનેમા સાથે સંકળાયેલા શ્રીનિવાસને તેમના કરિયરમાં 225થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો
HD ન્યુઝ ડેસ્કઃ મલયાલમ ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા, દિગ્દર્શક અને પટકથા લેખક Malayalam cinema legend Srinivasan શ્રીનિવાસનનું શનિવારે કેરળના એર્નાકુલમ જિલ્લાના ત્રિપુનિથુરામાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 69 વર્ષીય શ્રીનિવાસનના અવસાનથી દક્ષિણ ભારતીય સિનેમા ખાસ કરીને મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
શ્રીનિવાસન બે પુત્રો પાછળ છોડી ગયા છે – વિનીત શ્રીનિવાસન અને ધ્યાન શ્રીનિવાસન, બંને મલયાલમ સિનેમાના જાણીતા નામ છે.
લગભગ 50 વર્ષથી સિનેમા સાથે સંકળાયેલા શ્રીનિવાસને તેમના કરિયરમાં 225થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ સામાન્ય માણસના પાત્રોને સરળતા, પ્રામાણિકતા અને હળવા વ્યંગ સાથે પરદા પર ઉતારવા માટે જાણીતા હતા. તેમની ફિલ્મો સમાજ, સંબંધો અને રોજિંદી સમસ્યાઓની ઊંડી સમજ આપે છે, જેને દર્શકો સરળતાથી સમજી શકે છે.
Some artists entertain, some enlighten, some provoke. #Sreenivasan did it all, with a smile that carried truth and a laugh that carried responsibility. My respects to a remarkable mind. Deepest condolences to his family and admirers. pic.twitter.com/VNp9bkO7gh
— Kamal Haasan (@ikamalhaasan) December 20, 2025
કમલ હાસન, પૃથ્વીરાજ સુકુમારને દુઃખ વ્યક્ત કર્યું
તેમના નિધનના સમાચાર મળતાં જ ઘણી ફિલ્મી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને સોશિયલ મીડિયા પર તેમને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક ગણાવ્યા છે. અભિનેતા કમલ હાસન અને શશિ થરૂરે પણ શોક વ્યક્ત કર્યો છે.
Malayalam cinema won’t be the same without the genius of #Sreenivasan. From the satirical bites of “Sandesham”to the raw emotion of “Vadakkunokkiyantram”, he taught us to laugh at ourselves while thinking deeper. A true master of the craft who redefined what it means to be a… pic.twitter.com/UexfK95Une
— Shashi Tharoor (@ShashiTharoor) December 20, 2025
શ્રીનિવાસનની કારકિર્દી
શ્રીનિવાસનનો જન્મ 6 એપ્રિલ, 1956ના રોજ કેરળના થાલાસેરી નજીકના પટ્ટયમ ગામમાં થયો હતો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ કાદિરુરમાં મેળવ્યું અને બાદમાં મટ્ટનુરની PRNSS કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સિનેમા પ્રત્યેના તેમના જુસ્સાએ તેમને ચેન્નાઈમાં આવેલી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ તમિલનાડુ સુધી પહોંચાડ્યા, જયાં તેમણે ફિલ્મ નિર્માણનો અભ્યાસ કર્યો હતો.

મલયાલમ સિનેમામાં અમીટ છાપ છોડી
એક અભિનેતા તરીકે શ્રીનિવાસને વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા હતા, પરંતુ સામાન્ય માણસની ભૂમિકા ભજવવામાં તેમની પ્રામાણિકતા અને સહજતાની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી હતી. પટકથા લેખક તરીકે, તેમણે ઓદારુથમ્માવ આલારિયમ, સંદેશમ, નાડોડિક્કટ્ટુ અને જ્ઞાન પ્રકાશન જેવી યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમના લખાણોમાં તીક્ષ્ણ રમૂજ, સામાજિક વ્યંગ અને સિસ્ટમ પર પ્રશ્ન ઉઠાવવાની હિંમતનો સમાવેશ થતો હતો.
તેમણે દિગ્દર્શક તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી. વડક્કુનોક્કિયંત્રમ અને ચિંતાવિષ્ટયાય શ્યામલા જેવી ભાવનાત્મક ફિલ્મો દ્વારા તેમણે માનવીય લાગણીઓને મોટા પડદા પર ઉતારી હતી.
આ પણ વાંચોઃ સોનૂ સૂદ, ઉર્વશી રૌતેલા અને યુવરાજ સિંહની કરોડોની સંપત્તિ જપ્ત, EDનું એક્શન












