ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના સારથી બન્યા મહેન્દ્ર સિંહ ધોની, રાંચીમાં થયું રીયૂનિયન ઑફ ધ યર, જુઓ વીડિયો

  • કોહલી રાંચીમાં ધોનીના ઘરે ડિનર માટે ગયો હતો. ત્યારબાદ ધોની તેના જૂના સાથી કોહલીનો સારથી બન્યો અને ટીમની હોટલ સુધી કાર લઈને છોડવા ગયા હતા

HD ન્યુઝ ડેસ્કઃ તાજેતરના વર્ષોમાં ભારતીય ક્રિકેટની મેદાનની બહારની સૌથી હૃદયસ્પર્શી ક્ષણોમાંની એક ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પર સામે આવી હતી. મહેન્દ્ર સિંહ ધોની Mahendra Singh Dhoni પોતે ડ્રાઈવ કરીને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી Virat Kohliને ભારતીય ટીમની હોટલમાં લઈ ગયા હતા. કોહલી રાંચીમાં ધોનીના ઘરે ડિનર માટે ગયો હતો. ત્યારબાદ ધોની તેના જૂના સાથી કોહલીનો સારથી બન્યો અને ટીમની હોટલ સુધી કાર લઈને છોડવા ગયા હતા. ચાહકો આ વીડિયોને પ્રેમથી વધાવી રહ્યા છે અને દિલ ખોલીને પ્રેમ લુંટાવી રહ્યા છે.

ચાહકોએ આ વિડીયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં ધોની પોતાની એસયુવી ચલાવતો જોવા મળી રહ્યો છે, કોહલી તેની બાજુમાં બેઠો છે. આ મુલાકાતે ચાહકોને ઉત્સાહથી ભરી દીધા છે અને તેમના માટે પણ આ દિવસ ખાસ બની ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાંચીમાં છે, જ્યાં તેઓ દક્ષિણ આફ્રિકા સાથે એક દિવસીય મેચ રમવાના છે.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ કોહલી અને વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને રાંચી સ્થિત તેમના ઘરે હોસ્ટ કર્યા હતા. તે એક શાંત સાંજ હતી, જે એ સમયે ધૂમ મચાવનારા રીયૂનિયનમાં બદલાઈ ગઈ જયારે ચાહકોએ કોહલીને ધોનીના ઘરે આવતા જોયો. થોડા કલાકો પછી ધોનીએ કોહલીને કોઈ દેખાડો કરતા એસ્કોર્ટટ વગર હોટલ પર છોડી દીધો. જેનાથી તેમની લાંબી પાર્ટનરશિપની યાદો તાજી થઈ ગઈ. જેણે એક દાયકા કરતા વધુ સમય સુધી ભારતીય ક્રિકેટને આકાર આપ્યો. આ વીડિયો શેર કરતા, સ્ટાર સ્પોર્ટ્સે તેને રીયૂનિયન ધ યર પણ કહ્યું.

બુધવારે લંડનથી ભારત પરત ફરેલો કોહલી 30 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે માટે રાંચીમાં છે. આ શ્રેણી તેમની રાંચીમાં વાપસી છે. આ પહેલા તેઓ ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. આ છેલ્લી વાર હતું, જ્યારે શહેરે ઈન્ટરનેશનલ મેચ હોસ્ટ કરી હતી, જોકે કોહલી તેમના પુત્ર અકાયના જન્મને કારણે તેનો ભાગ બની શક્યો ન હતો.

કોહલીએ ભારત માટે છેલ્લી વનડે 25 ઓક્ટોબરે સિડનીમાં રમી હતી, જ્યાં તેના અણનમ 74 રનની મદદથી ભારત ઓસ્ટ્રેલિયા સામે વ્હાઇટવોશથી બચી ગયું હતું.

ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ODI શ્રેણી માટે તૈયારી કરી રહી છે, જેમાં શુભમન ગિલ અને શ્રેયસ ઐયરની ઈજાને કારણે કેએલ રાહુલ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. કોહલી નંબર 3 પર પાછા ફરવા માટે તૈયાર છે. તેના ODIના આંકડા અજોડ છે. 14,255 રન, 51 સદી અને તમામ ફોર્મેટમાં રેકોર્ડબ્રેક સાતત્ય.

આ દરમિયાન પંત એક વર્ષથી વધુ સમય પછી ODI સેટઅપમાં પાછો ફર્યો છે. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને બદલાયેલા મિડલ ઓર્ડર સાથે ટીમ રાંચીમાં મજબૂત શરૂઆત કરવા ઈચ્છશે.

આ પણ વાંચોઃ હરિયાણા: 8888નો જાદુ ચાલ્યો! બાધરાના HR88 સિરીઝના નંબર પર ₹1.17 કરોડની ઐતિહાસિક બોલી

Back to top button