મહારાષ્ટ્રના માલેગાંવમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું, ઈસ્લામ પાર્ટીને રોકવા હાથ મિલાવ્યો

માલેગાંવ, 02 ફેબ્રુઆરી 2026: મહારાષ્ટ્રના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર માલેગાવમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પહેલા ગજબનું રાજકીય સમીકરણ જોવા મળ્યું છે. જ્યાં કોંગ્રેસ અને ભાજપ ભલે એક બીજાના ઘોર વિરોધી હોય, પણ માલેગાંવમાં બંને પાર્ટીઓએ એકબીજા સાથે હાથ મિલાવી એક નવો મોર્ચો બનાવી લીધો છે. આવા સમયે સવાલ એ થાય છે કે શું ISLAM પાર્ટીને મેયર બનાવવાથી રોકવા માટેની આ રણનીતિ છે કે પછી મેયરની ખુરશી પર કબજો કરવાનો ઈરાદો છે.
માલેગાંવ નગર નિગમ ચૂંટણીમાં ભાજપના બે અને કોંગ્રેસના ત્રણ કાઉન્સિલરો જીત્યા છે. હવે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ મળીને ભારત વિકાસ અઘાડી નામનું એક નવું ગઠબંધન બનાવી લીધું છે.
માલેગાંવ નગર નિગમમાં કુલ 84 સભ્યો છે, પણ કોઈ એક પાર્ટી પાસે મેયર બનવાની નંબર ગમે નથી. જો કે ઈસ્લામ પાર્ટી 35 કાઉન્સિલરોની મદદથી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે. પણ ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોને જો જોડી દેવામાં આવે તો તેમની સંખ્યા 5 થઈ જાય છે. આવા સમયે પાંચ કાઉન્સિરોની મદદથી શું રાજકીય ગેમ કરવા માગે છે.
માલેગાવમાં ભાજપ અને કોંગ્રેસ કાઉન્સિલરોનું ગઠબંધન
મહારાષ્ટ્રમાં ભલે 12 ટકા મુસ્લિમ વસ્તી હોય, પણ માલેગાંવમાં 78 ટકાથી પણ વધારે મુસલમાનની વસ્તી છે. આઝાદી બાદથી અત્યાર સુધી ચૂંટણીમાં મુસ્લિમ વોટર માલેગાંવમાં કોંગ્રેસનું સમર્થન કરતા આવ્યા છે. મુસ્લિમ વોટરનો આ ટ્રેડ 2024માં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યો હતો, પણ આ વખતે શહેરી નિકાય ચૂંટણીમાં માલેગાંવના મુસલમાનોનો મિઝાઝ બદલાયો જોવા મળ્યો હતો. અહીંના મુસલમાનોની પહેલી પસંદ ઈસ્લામ પાર્ટી બની અને તેમણે આખી ગેમ બદલી નાખી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: અજિત પવારના અંતિમ સંસ્કારમાં ચોરોએ ફાયદો ઉઠાવ્યો, 30 લાખના દાગીના ચોરી લીધા












