કલોલ સઈજ GIDCમાં મોટી દુર્ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ઝેરી ગેસથી મોત, 1ની હાલત ગંભીર

Kalol factory incident: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની સઈજ GIDC વિસ્તારમાં આવેલી મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ કંપનીની ETP પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ઝેરી ગેસની અસરથી શ્વાસ રૂંધાઈ જતા કરુણ મોત નીપજ્યાં છે. એક અન્ય મજૂરની હાલત હજુ ગંભીર છે. આ દુર્ઘટના ગઈકાલે (14 મે 2026) રાત્રે બની હતી.
પ્રાથમિક તપાસ અનુસાર, કંપનીના ભૂગર્ભ ટાંકામાં રંગીન પાણીની સારવાર માટેની ટાંકી સાફ કરવાનું કામ ચાલતું હતું. ચાર શ્રમિકો એક પછી એક આયર્નની સીડીની મદદથી અંદર ઉતર્યા હતા. પહેલા શ્રમિકને ઝેરી ગેસ (ઓક્સિજનની કમી)ની અસર થતાં તે બેહોશ થઈ ગયો. બાકીના શ્રમિકો તેને બચાવવા અંદર ઉતર્યા, પરંતુ તેઓ પણ ગૂંગળામણનો ભોગ બની ગયા. આ ત્રણેયના મોત ઘટનાસ્થળે જ થયા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપનીના ભૂગર્ભ ટાંકામાં ટાંકીની સફાઈ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ચાર મજૂરો એક પછી એક સીડીના સહારે ટાંકીમાં ઉતર્યા હતા. અંદર ઉતરેલા પહેલામ મજૂરને ઝેરી ગેસની અસર અને ઓક્સિજનની કમીને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતાં તે બેહોશ થઈ ગયો હતો. તેને બચાવવા માટે અન્ય મજૂરો પણ ટાંકીમાં ઉતર્યા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસની ચપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં ત્રણ મજૂરોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યાં હતા, જ્યારે એક અન્ય મજૂરની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
મૃતકોની ઓળખ અમિત પ્રીતમ પરીહાર (32, મધ્યપ્રદેશ), અમરકુમાર શ્રીવાસ્તવ (33, ઉત્તર પ્રદેશ) અને શિવનાથ રામશંકર દુબે (44, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. બચાવ કામગીરી દરમિયાન અસરગ્રસ્ત ચોથા મજૂર અનિલ ભગવાન લોધીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણેય મૃતકો પેટીયું રળવા ગુજરાત આવેલા પરપ્રાંતીય યુવાનો હતા.
કલોલ તાલુકા પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે કંપની સંચાલકોના નિવેદનો લેવા ઉપરાંત સીસીટીવી ફૂટેજ અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવાનું શરૂ કર્યું છે. આવી ઘટનાઓમાં સુરક્ષા સાધનો અને વેન્ટિલેશનની અવગણના સામાન્ય છે તેવું પણ સામે આવી રહ્યું છે. આ કરુણ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: સુરત: સ્વામિનારાયણ મિશન મંદિરના સ્વામીનો આપઘાત; ઊંઘની ગોળી ખાધા બાદ સારવાર દરમિયાન મોત












