ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: 24 કલાકમાં ગુજરાતનાં 195 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ

  • હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી
  • સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ
  • નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા સૂચના

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 195 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં 8.11 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય, પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ અને પાવીજેતપુરમાં 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભરૂચ જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે

ભરૂચ જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે, જ્યાં ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ અને અંકલેશ્વરમાં 4.96 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 97 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે. આ ઉપરાંત, રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 97 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે પણ સૂચના

હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદને કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાત: ભારે વરસાદની ચેતવણી, નર્મદા નદી કાંઠાના 27થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા

Back to top button