ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશઃ જબલપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર તૂટતાં એક મજૂરનું મૃત્યુ, ચાર ઘાયલ

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના જબલપુરમાં શનિવારે એક મોટો અકસ્માત થયો છે. જબલપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કાટમાળ ધરાશાયી થયો હતો. જેમાં 5 મજૂરો દટાયા હતા. જેમાંથી એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર મજૂરો ઘાયલ થયા હતા. જેમને સ્થાનિક લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.

 

કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાયઓવરની નીચે ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ દુ:ખદ દુર્ઘટના બની છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા અને મામલાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આ ઘટના મદન મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિવાજી ચોકમાં બની છે.

આ પણ વાંચો:  સિક્કિમમાં પૂરને કારણે 56 નાં મૃત્યુ, 3 હજાર પ્રવાસીઓ ફસાયા

Back to top button