અમદાવાદએજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે M.A કોર્સ થયો બંધ, NSUIએ કર્યો ઉગ્ર વિરોધ

Text To Speech

અમદાવાદ, ૨૦ જૂન, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનાં કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને અમદાવાદનાં લો ગાર્ડન ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી સંચાલિત ગુજરાત કોલેજમાં M.Aનાં અચાનકથી કોર્સિસ બંધ થઈ જતા વિરોધ દર્શાવ્યો હતો. અને સમગ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં નારે બાજી કરી કુલપતિ નીરજા ગુપ્તાને આવેદનપત્ર આપવા ગયા હતા.

પ્રશાસન પર ખાનગીકરણનો ગંભીર આક્ષેપ
થોડા દિવસો અગાઉ જ ગુજરાત કોલેજની ઇમારતનો જર્જરીત હોવાથી ત્યાં ચાલતા MAનાં કોર્સિસ બંધ કરવાનો નિર્ણય યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો હતો. જેનો વિરોધ અને માંગણીઓ સાથે યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપવા માટે ગુજરાત NSUIનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે યુનિવર્સિટી પ્રશાસન ઉપર ખાનગીકરણનાં ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, જર્જરીત ઇમારતો માત્ર બહાનું છે, હકીકત ખાનગીકરણને બઢાવો આપવાનું છે. શિક્ષણનું વ્યાપારીકરણ કરવાનું છે. કાર્યકર્તાઓની માંગણી હતી કે, તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરી એડમિશન આપવામાં આવે અને જે પણ વિદ્યાર્થીઓ વાલીઓ એડમિશન માટે પરેશાન થઈ રહ્યા છે. તેમને ન્યાય આપવામાં આવે.

યુનિવર્સિટીએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી 
અત્રે ઉલ્લેખનીય છે આ માંગણી અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પણ કરી ચૂક્યા છે. જેથી યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. તમામ ગુજરાત કોલેજની જગ્યાઓ માટે પ્રશાસન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને ગુજરાત કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વાલીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ સામનો કર્યા વગર એડમિશન થઈ જશે તેવી પ્રશાસન દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો..ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયુ નકલી ડિગ્રી અને માર્કશીટનાં આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ

Back to top button