ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

મોરબીના યુવકે મધ્ય પ્રદેશની એક સાથે 3 યુવતીને પ્રેમની જાળમાં ફસાવી, અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેલ કરતો

મોરબી, 25 સપ્ટેમ્બર 2025: મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ટાંડા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આકાશ મકવાણા નામના એક યુવકે ત્રણ યુવતીઓને પોતાના પ્રેમની જાળમાં ફસાવ્યો અને એક જ સમયમાં ત્રણેય સાથે પ્રેમની પીપુડી વગાડતો. ત્રણેયને અલગ અલગ સમય અને સ્થાને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો. પણ તેનો આ પ્રેમ અને બેવફાનો ભાંડો આખરે ફુટી ગયો. આખો મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુજરાતના મોરબીમાંથી તેની ધરપકડ કરી છે.

આરોપી આકાશે સંબંધોની મર્યાદાને તોડતા ત્રણેયને પ્રેમ કરતો, યુવતીઓના અશ્લીલ વીડિયો બનાવ્યા અને તેમને બ્લેકમેલ કરવા લાગ્યો. તેણે આ બધા અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. ત્યાર બાદ ડરેલી પીડિતાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી અને પછી આકાશની ધરપકડ થઈ.

પોલીસે આરોપીની ધરપકડ કરી

ફરિયાદ બાદ ટાંડા પોલીસે તત્પરતા દેખાડી અને આરોપી આકાશ પર દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને આઈટી એક્ટની કલમ અંતર્ગત ફરિયાદ નોંધી પોલીસે ગુજરાતના મોરબીમાંથી તેની ધરપકડ કરી લીધી. વિજય ડાવર, એસીપી ધારે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો તથા અન્ય ધારાઓમાં કેસ નોંધી તેની ધરપકડ કરી છે. યુવકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે અને સવાલ ઊભો કર્યો છે કે ડિજિટલ યુગમાં યુવતીઓની સુરક્ષા કરવા માટે કેટલી કડકાઈ જરુરી છે.

આ પણ વાંચો: QR કોડ નહીં, પણ અંગૂઠો લગાવીને દુકાન પર પેમેન્ટ કરી શકશો, બેન્ક ડાયરેક્ટ તમારું બિલ ચુકવી દેશે

Back to top button