અમદાવાદગુજરાતટ્રેન્ડિંગધર્મ

ભગવાન જગન્નાથની વાજતે – ગાજતે જળયાત્રા નીકળી: મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા

અમદાવાદ, 11 જૂન, 2025: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ઘાટ સુધી જળયાત્રા યોજાઈ હતી. આ જળયાત્રા રથયાત્રાના પૂર્વ તબક્કા તરીકે જાણીતી છે. જળયાત્રા ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ઘાટ પર પહોંચી હતી. સોમનાથ ભુદરના આરેથી પરંપરાગત ગંગાપૂજા કરીને 108 કળશ જળના ભરાયા છે.

આગામી ૧૪૮મી ઐતિહાસિક રથયાત્રાની એક પરંપરા અનુસાર, અમદૃાવાદૃના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિૃરથી ભગવાન જગન્નાથની વાજતે- ગાજતે જળયાત્રા નીકળી હતી. જેષ્ઠાભિષેક બાદૃ ભગવાનનો સરસપુર મોસાળ લઇ જવામાં આવ્યા હતા. ૧૫ દિૃવસ ભગવાન મોસાળમાં રહેશે મોસાળ વાસીઓએ ભગવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ વર્ષ ઓડિશાની પ્રતિકૃતિ ભગવાનના સ્વાગતમાં જોવા મળી હતી. હાથીના રથ ઉપર સવાર ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર તથા બહેન સુભદ્રા મામાના ઘરે આવ્યા હતા. ત્યાં ભાવિક ભકતોનો ધસારો ભગવાનને આવકારવા માટે જોવા મળ્યો હતો.

અમદાવાદમાં મિની રથયાત્રા તરીકે યોજાતી જળયાત્રા 11 જૂનની સવારે હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી સાથે પહોંચી હતી. નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવી. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં 108 કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવ્યા.

15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે. ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, મંદિર તરફથી પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે અને ભકતોમાં પણ અનેરો ઉત્સાહ છે.

જળયાત્રાનું મહત્ત્વ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા એક મહત્વપૂર્ણ અને પૌરાણિક પરંપરા ધરાવતો ધાર્મિક પ્રસંગ છે. આ યાત્રાનું ખાસ મહત્તવ છે. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની યાત્રા નદી કે સરોવર તરફ જતી હોય છે, જેને “જળયાત્રા” કહેવામાં આવે છે. હિંદૂ માન્યતા પ્રમાણે, આ જળસ્નાન ભગવાન માટે પવિત્રતા, શુદ્ધિ અને તાજગી લાવવાનું પ્રતિક છે. ભગવાનને પવિત્ર જળમાં સ્નાન કરાવી આર્શીવાદ લેવામા આવે છે.

Back to top button