જામનગર, 17 ડિસેમ્બર 2025: વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી ત્યારે ભારતીય સંસ્કૃતિ અને વન્યજીવન સંરક્ષણ સાથે એક અનોખું કનેક્શ જોવા મળ્યું. રમતગમત, કરુણા, પરંપરા અને પ્રકૃતિનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું.
ભારતીય પરંપરાઓ અનુસાર વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ માટે સમર્પિત કેન્દ્ર વનતારામાં મેસ્સીનું સ્વાગત કરવામાં આવ્યું. સનાતન ધર્મ પરંપરાને ધ્યાનમાં રાખીને, જે પ્રકૃતિ અને તમામ જીવંત પ્રાણીઓ માટે આદર રાખે છે, મેસ્સીએ મંદિરમાં પૂજા કરી અને આશીર્વાદ માંગ્યા હતા.તેમણે અંબે માતા પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા અને શિવ અભિષેકમાં ભાગ લીધો, વિશ્વ શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી. તેમના ઇન્ટર મિયામી ટીમના સાથી લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ આ પ્રસંગે હાજર હતા.પરંપરાગત લોક સંગીત, ફૂલોની વર્ષા અને ભવ્ય આરતી સાથે ત્રણેય ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ ઉષ્માભર્યા સ્વાગતથી મેસ્સી ખૂબ જ પ્રભાવિત થયા. ત્યારબાદ મેસ્સીએ વિશાળ વનતારા સંરક્ષણ સંકુલની મુલાકાત લીધી હતી.તેમણે બિગ કેટ કેર સેન્ટરમાં સિંહ, દીપડા અને વાઘને નજીકથી જોયા, જ્યાં આ પ્રાણીઓની કુદરતી વાતાવરણમાં સંભાળ રાખવામાં આવે છે. ઘણા વાઘ કુતૂહલ સાથે મેસ્સી પાસે આવતા જોવા મળ્યા.તેમણે હર્બીવોર કેર સેન્ટર, સરિસૃપ સંભાળ કેન્દ્ર અને મલ્ટી-સ્પેશિયાલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર અદ્યતન તબીબી સુવિધાઓ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ત્યારબાદ તેમણે ઓકાપી, ગેંડા, જિરાફ અને હાથીઓને ખવડાવ્યું હતું.વનતારાના પાલક સંભાળ કેન્દ્રમાં, મેસ્સીએ અનાથ અને સંવેદનશીલ વન્યજીવોના પુનર્વસનની વાર્તાઓ સાંભળી. આ દરમિયાન, અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સિંહના બચ્ચાને “લાયોનેલ” નામ આપ્યું, જે મેસ્સીના સન્માનમાં ભાવનાત્મક અને પ્રતીકાત્મક ક્ષણ હતી.આ મુલાકાતનો સૌથી ખાસ ક્ષણ એ હતો જ્યારે મેસ્સીએ એલિફન્ટ કેર સેન્ટરમાં બચાવેલા હાથીના બાળક માણિકલાલ સાથે ફૂટબોલ રમ્યો. આ દ્રશ્ય દર્શાવે છે કે રમતની ભાષા સીમાઓ પાર કરે છે. આ ક્ષણે હાજર રહેલા દરેકના દિલ જીતી લીધા.પોતાનો અનુભવ શેર કરતા, મેસ્સીએ કહ્યું કે વનતારામાં પ્રાણીઓ માટે થઈ રહેલું કાર્ય ખરેખર સુંદર અને પ્રેરણાદાયક છે. તેમણે ફરીથી મુલાકાત લેવાની અને આ મિશનને ટેકો આપવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.મેસ્સીએ સ્પેનિશમાં જવાબ આપતા કહ્યું, “વનતારામાં જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ખરેખર સુંદર છે. તેઓ પ્રાણીઓ માટે જે કાર્ય કરે છે, તેમને જે સંભાળ મળે છે, જે રીતે તેમને બચાવવામાં આવે છે અને સંભાળ રાખવામાં આવે છે તે ખરેખર પ્રભાવશાળી છે. અમારો સમય ખૂબ જ સારો રહ્યો… આ એક એવો અનુભવ છે જેને આપણે હંમેશા યાદ રાખીશું. આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને સમર્થન આપવા માટે અમે ચોક્કસપણે ફરીથી આવીશું.