ગુજરાતટોપ ન્યૂઝ

છોટાઉદેપુરમાં દીપડાનો આતંક: નાના બાળક પર કર્યો હુમલો

03 જુલાઈ 2025: છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જલોદા ગામે મોડી રાત્રે ખૂંખાર દીપડાએ આતંક મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગામમાં એક નવા બનાવાયેલા મકાનમાં દરવાજા ન હોવાથી દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં હાજર એક નાનકડા બાળક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.

આ અચાનક હુમલાથી બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દીપડાને જોઈને પરિવારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. લોકોએ જયારે બૂમાબૂમ કરી તુરંત જ પ્રતિક્રિયા આપી, ત્યારે દીપડો તાત્કાલિક ત્યાંથી ભાગી ગયો હતો.

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. ગામમાં આવી ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: PM મોદીએ હસતાં હસતાં ભારતની શું વાત કરી?, ઘાનાના સાંસદો આશ્ચર્યચકિત થઈ એકબીજા સામે જોવા લાગ્યા

Back to top button