નેપાળમાં ભારતીય ટૂરિસ્ટ બસ પર મોટો હુમલો, 49 પર્યટકોનો સામાન અને મોબાઈલ લૂંટી લીધા

કાઠમંડુ, 12 સપ્ટેમ્બર 2025: નેપાળમાં ચાલી રહેલી અશાંતિ અને હિંસા વચ્ચે, ગુરુવારે સવારે કાઠમંડુ નજીક આંધ્રપ્રદેશના યાત્રાળુઓના એક જથ્થા પર હુમલાના સમાચાર મળી રહ્યા છે. બદમાશોએ તેમની બસ પર હુમલો કર્યો અને તેમનો સામાન લૂંટી લીધો અને ઘણા લોકોને ઘાયલ કરી નાખ્યા હતા.. પોલીસના જણાવ્યા અનુસાર, યાત્રાળુઓ કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશના નંબર ધરાવતી તેમની બસ પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ બસ પર પથ્થરમારો કર્યો, તેની બારીઓ તોડી નાખી અને મુસાફરોના બેગ, રોકડ અને મોબાઇલ ફોન લૂંટી લીધા. બસમાં બેઠેલા શ્યામુ નિષાદે જણાવ્યું હતું કે સાતથી આઠ મુસાફરો ઘાયલ થયા છે.
હુમલાખોરોએ બસના કાચ તોડી નાખ્યા અને બધો સામાન લૂંટી લીધો
માહિતી મુજબ, નેપાળી સેનાના જવાનોએ લોકોની મદદ કરી, ત્યારબાદ ભારત સરકારે કાઠમંડુથી દિલ્હી સુધી ફસાયેલા તમામ મુસાફરોને હવાઈ માર્ગે બહાર કાઢવાની વ્યવસ્થા કરી. અહીં ઉલ્લેખનિય છે કે, ક્ષતિગ્રસ્ત બસ ગુરુવારે સાંજે યુપીના મહારાજગંજ નજીક સોનાલી બોર્ડર પર પહોંચી હતી. આ પીડાદાયક અનુભવને યાદ કરતા, આંધ્રપ્રદેશના રહેવાસી બસ ડ્રાઇવર રાજે જણાવ્યું કે જ્યારે તે ભારત પાછો જઈ રહ્યો હતો, ત્યારે ટોળાએ તેના પર હુમલો કર્યો. સુનૌલી બોર્ડર પર પહોંચ્યા પછી, તેણે જણાવ્યું કે હુમલાખોરોએ પથ્થરોથી બસના બધા કાચ તોડી નાખ્યા અને અમારો સામાન લૂંટી લીધો હતો.
નેપાળમાં હિંસા અને તણાવને કારણે, ભારતીય અધિકારીઓએ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સતર્કતા વધારી દીધી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના કે સરહદ પાર ગેરકાયદેસર હિલચાલ અટકાવવા માટે ત્રણેય રાજ્યોના સરહદી જિલ્લાઓમાં હાઇ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. સરહદની બંને બાજુના અધિકારીઓ દ્વારા નાગરિકતા કાર્ડની ચકાસણી કર્યા પછી ફક્ત ભારતમાં ફસાયેલા નેપાળી નાગરિકોને જ સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.












