ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

પાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો ખર્ચ અને સમય સહિતની વિગતો

  • કોરોના મહામારી અને સરહદ સંઘર્ષને કારણે Kailash Mansarovar Yatra બંધ કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2025માં, જૂન મહિનામાં, આ યાત્રા ઉત્તરાખંડ અને સિક્કિમ થઈને પૂર્ણ થશે

HD ન્યુઝ ડેસ્કઃ ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે ઓળખાતો કૈલાશ પર્વત માત્ર હિન્દુઓ માટે જ નહીં, પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મના અનુયાયીઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે માનસરોવર તળાવ બ્રહ્માજી દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. કૈલાશ માનસરોવર હિન્દુઓ અને શિવભક્તો માટે એક મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે. કોરોના મહામારી અને સરહદ સંઘર્ષને કારણે Kailash Mansarovar Yatra બંધ કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2025માં, જૂન મહિનામાં, આ યાત્રા ઉત્તરાખંડ અને સિક્કિમ થઈને પૂર્ણ થશે. આ વખતે કૈલાશ માનસરોવર યાત્રા 30 જૂનથી શરૂ થશે અને 25 ઓગસ્ટ 2025 સુધી ચાલુ રહેશે. જો તમે કૈલાશ માનસરોવર યાત્રા કરવા ઈચ્છતા હોય તો ખર્ચથી લઈને રૂટ સુધી બધું જ જાણો.

કૈલાશ માનસરોવર યાત્રા Kailash Mansarovar Yatra  માટે કોણ જઈ શકે છે?

કૈલાશ માનસરોવર યાત્રા એવા ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે જેમની પાસે માન્ય ભારતીય પાસપોર્ટ છે અને જેઓ ધાર્મિક કારણોસર કૈલાશ-માનસરોવરની મુલાકાત લેવા માંગે છે.

કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માટે કેટલા દિવસ લાગે છે?

કૈલાશ માનસરોવર યાત્રા માટે ભારતમાંથી બે મુખ્ય માર્ગો છે, એક લિપુલેખ પાસ અને બીજો નાથુ લા પાસ. અગાઉ લિપુલેખ રૂટ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રામાં 20 થી 21 દિવસ લાગતા હતા. જોકે, આ વખતે તેમાં 23 દિવસ લાગશે અને નાથુલા રૂટ દ્વારા યાત્રામાં 25 દિવસ લાગશે. કારણ કે શ્રદ્ધાળુઓ દિલ્હીમાં 3 દિવસ વિતાવશે. આ વખતે વિદેશ મંત્રાલયે સ્વાસ્થ્ય અને દસ્તાવેજોની તપાસ માટે દિલ્હીમાં ત્રણ દિવસ રાખ્યા છે.

કૈલાશ માનસરોવર યાત્રામાં કેટલો ખર્ચ થઈ શકે?

2025 માં લિપુલેખ પાસ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાનો ખર્ચ વ્યક્તિ દીઠ આશરે 1.74 લાખ રૂપિયા થાય છે. જો તમે નાથુ લા પાસ થઈને જાઓ છો, તો પ્રતિ વ્યક્તિ ખર્ચ 2.83 લાખ રૂપિયા થશે.

કૈલાશ માનસરોવર યાત્રામાં કેટલા લોકો જશે?

આ યાત્રા માટે ફક્ત 250 લોકો જ જશે. આ 250 લોકોને 50-50 ના 5 જૂથોમાં વહેંચવામાં આવશે. આ યાત્રા દિલ્હીથી શરૂ થશે અને દિલ્હીમાં જ સમાપ્ત થશે.

આ પણ વાંચોઃ દેશદ્રોહી જ્યોતિ મલ્હોત્રાએ કહ્યું – મારા લગ્ન પાકિસ્તાનમાં કરાવો: વોટ્સએપ ચેટ આવી બહાર

Back to top button