
Girnar Controversy : જૂનાગઢના ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેમના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂ પીતો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે આ ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા વ્યક્તિઓના આ શરમજનક કૃત્યથી ભાવિક ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાને લઈને જૂનાગઢ પોલીસે તાત્કાલિક બંન્ને ભાઈઓની અટકાયત કરી છે. આ બંન્ને ભાઈઓ રામજી મંદિરના મહંત શ્રેયાસદાસ બાપુના કૌટુંબિક ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વિવાદ વધતા તેઓએ પોતાના બચાવમાં સ્પષ્ટતા કરી કે, તેઓને ફસાવવા માટે તેમજ ધાર્મિક જગ્યાને બદનામ કરવા માટે આ જૂનો વીડિયો વાયરલ કરાયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વીડિયોમાં હિરેન મોઢામાં દારૂની બોટલ રાખી ડાન્સ કરતો દેખાયો
આ વાયરલ વીડિયોમાં વિશાલ અગ્રાવત દારૂના ગ્લાસ ભરીને બેઠા છે અને વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિને રોકી રહ્યા છે, જ્યારે તેનો ભાઈ હિરેન મોઢામાં દારૂની બોટલ રાખીને ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો સામે આવતા જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. અને ઉપરકોટ નજીક રામજી મંદિરના ડેલામાં રહેતા બંને ભાઈઓના નિવાસસ્થાનેથી પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ હાથ ધરાઈ હતી.
મારા ભત્રીજાને ફસાવવા વીડિયો બનાવાયા : રજનીકાંત
આ અંગે વિશાલના કાકા રજનીકાંત અગ્રાવતે જણાવ્યું કે, હું ઉપરકોટ પાસે રામચંદ્રજીના મંદિરમાં રહું છું. આ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મંદિર બહાર દરવાજા ગેટ પાસે આવેલા એક પેશકદમીવાળી રૂમનો છે. વીડિયો ખોટો છે. બંન્ને મારા ભત્રીજા થયા છે અને તેમને ફસાવવા વીડિયો બનાવવામાં આવ્યો છે. તે સમયે અન્ય લોકો દારુ પીતા હતા અને મારા ભત્રીજાને બેસાડ્યો હતો. મારો ભત્રીજો વીડિયો ઉતારવાની ના પાડી છતાં તેમણે ઉતારી લીધો હતો.
આ પણ વાંચો : પશ્ચિમ મધ્ય આફ્રિકન રિપબ્લિક : સોનાની ખાણ ધસી પડી, 30 લોકોના મોત












