ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈ તંત્ર મૂંઝવણમાં

  • માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા પર સંકટના વાદળ
  • વરસાદ ન પડે તો તાબડતોબ રસ્તા રીપેરિંગની કામગીરી શરૂ થશે
  • આ વખતે પરિક્રમા માટે અન્નક્ષેત્રોની વ્યવસ્થા પણ અલગ છે

ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર મૂંઝવણમાં છે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે એવામાં તંત્ર ગડમથલમાં મૂકાઈ ગયું છે. પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે. એવામાં વરસાદ બંધ થાય પછી રિપેરિંગની કામગીરી શરૂ થશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે 31 ઓકટોબર સુધી કોઈ પરિક્રમા રૂટ પર આવે નહીં.

વરસાદ ન પડે તો તાબડતોબ રસ્તા રીપેરિંગની કામગીરી શરૂ થશે

અગાઉ ગિરનાર લીલી પરિક્રમાને લઈ જિલ્લા કલેક્ટરની કચેરીએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રિકોને પરિક્રમામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને વિવિધ સુવિધા મળી રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જો વરસાદ ન પડે તો તાબડતોબ રસ્તા રીપેરિંગની કામગીરી શરૂ કરીને પરિક્રમા માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે. જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો 2 નવેમ્બરથી પરિક્રમાર્થીઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. અગાઉથી જ તંત્રે ભાવિકોને જૂનાગઢ ન આવવા અપીલ કરી છે, કારણ કે ગિરનારના જંગલમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. “ભાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદી સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું છે.

આ વખતે પરિક્રમા માટે અન્નક્ષેત્રોની વ્યવસ્થા પણ અલગ છે

આ વખતે પરિક્રમા માટે અન્નક્ષેત્રોની વ્યવસ્થા પણ અલગ છે. દર વખતની સરખામણીએ આ વખતે અન્નક્ષેત્રની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી છે. ગત વર્ષે 95 અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે આ વખતે માત્ર 65 અન્નક્ષેત્રોએ જ મંજૂરી માટે માંગણી કરી છે. વરસાદના કારણે પરિક્રમાના માર્ગ પર અન્નક્ષેત્રોની સામગ્રી લઈ જવા વાહનો લઈ જવાનું પણ ટાળવાની વિનંતી કરવામાં આવી છે. વ્યવસ્થા સંભાળતા તંત્રે જણાવ્યું કે ગત વર્ષ જેવી વ્યાપક વ્યવસ્થા આ વખતે અંદર નહીં થઈ શકે, તેથી ભાવિકોને તાત્કાલિક અપડેટ માટે સત્તાવાર વેબસાઈટ અને સમાચાર માધ્યમો પર નજર રાખવાની સલાહ આપી છે.

કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં અનેક પરંપરાઓ વેરવિખેર થઈ રહી

કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં અનેક પરંપરાઓ વેરવિખેર થઈ રહી છે. ગિરનારની લીલી પરિક્રમા રૂટ પર લાઈટ, પાણી અને આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવાની હજુ બાકી છે ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તંત્રએ નિર્દેશ આપ્યા છે કે વનવિભાગ, SP તથા કલેક્ટર જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પરિક્રમાર્થીએ આવવું નહીં. ભારે વરસાદ પડે તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્ન ઊભો થાય. આ સિવાય તંત્રએ અન્નક્ષેત્રોને પણ 31 ઓક્ટોબર સીધી કોઈ પણ વાહનો ન લાવવા અપીલ કરી છે. કલેક્ટર, DSF અને SPએ જણાવ્યું હતું કે જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો પણ વડીલો, બાળકો, બીમાર અને અશક્ત લોકો પરિક્રમામાં આવવાનું સ્વેચ્છાએ ટાળે તે હિતાવહ છે. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પહેલ 20 જવાનોની SDRF ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગર: MLA ક્વાર્ટરમાં શંકાસ્પદ રીતે એક કપલ રોકાયું, પોલીસે ઝડપતા થયો ખુલાસો

Back to top button