જેપી મોર્ગને વૈશ્વિક મંદીનું જોખમ વધારીને 60 ટકા કર્યુ

ન્યુયોર્ક, 5 એપ્રિલ, 2025: ટ્રમ્પ ટેરિફને કારણે વૈશ્વિક વેપાર યુદ્ધ થવાના ભણકારાની વચ્ચે ગઇકાલે અમેરિકન શેરબજારોમાં ભારે ધોવાણ થયુ હતુ. ત્યારે વોલ સ્ટ્રીટ બ્રોકરેજ જેપી મોર્ગને વૈશ્વિક મંદી થવાની ટકાવારી વધારીને 60 ટકા કરી છે. કંપનીએ ‘વિક્ષેપકારક અમેરિકન રાજકારણ’ વૈશ્વિક દેખાવ સામે સૌથી મોટુ જોખમ ગદણાવતાની સાથે અગાઉના મંદીના અંદાજની ટકાવારી 40 ટકા હતી તેમાં વધારો કર્યો છે આવું જેપી મોર્ગનના ‘There will be blood’નામના રિપોર્ટમાં જણાવ્યું છે. ચીને અમેરિકન માલ પર 34 ટકાની વળતી જકાત લાદતા માર્કેટમાં ભારે વેચવાલી નીકળી આવી હતી.
There will be blood
ચાલુ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી થવાની ટકાવારી વધારીને 60 ટકા કરવામાં આવી છે. રિટેલીયેશનને કારણે કર વધારાની અસર વિસ્તૃત થવાની શક્યતા સેવાય છે, તેમજ અમેરિકન બિઝનેસ સેન્ટીમેન્ટ પર માઠી અસર કરશે અને પુરવઠા શ્રૃંખલા ખોરવાશે એમ મુખ્ય અર્થશાસ્ત્રી બ્રુસ કાસમેને પોતાના ગ્રાહકોને લખે એક નોંધમાં જણાવ્યું હતું.
આ કંપનીએ એવી ગણતરી કરી હતી કે નવા જાહેર કરાયેલા ટેરિફથી યુએસ ગ્રાહકોને અંદાજે 700 અબજ ડોલરનો ખર્ચ થશે. કાસમેને એ પણ નોંધ્યું હતું કે 1968 પછી યુએસમાં આવાસ અને વ્યવસાયો પર વસૂલાતો સૌથી મોટો કર વધારો હતો. જેપી મોર્ગને માર્ચના અંત સુધી મંદીના 40% જોખમનો અંદાજ મૂક્યો હતો – જે વર્ષની શરૂઆતમાં 30% હતો. અન્ય કેટલીક વોલ સ્ટ્રીટ કંપનીઓ પણ ગુરુવારે મંદીની ચેતવણીઓ જારી કરવામાં બ્રોકરેજની સાથે જોડાઈ હતી જ્યારે રોગચાળા-વખતના ફુગાવા પર પાછા ફરવાની આગાહી કરી હતી.
વોલ સ્ટ્રીટમાં સતત ઘટાડો
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા લાદવામાં આવેલી ટેરિફના જવાબમાં ચીને તમામ યુએસ માલ પર તાજા ટેરિફ લાદ્યા પછી શુક્રવારે યુએસ શેરો તીવ્ર નીચા ખુલ્યા હતા. ટેક-હેવી નાસ્ડેક ડિસેમ્બરમાં તેની સર્વોચ્ચ ટોચથી 20%થી વધુ ઘટ્યો હતો, જે તેને મંદીજનક બજાર તરફ મુકે છે. એસએન્ડપી 500 134.05 પોઈન્ટ્સ અથવા 2.48% ઘટીને 5,262.47 પોઈન્ટ પર જ્યારે નાસડેક કંપોઝીટ 473.16 પોઈન્ટ્સ અથવા 2.86% ઘટીને 16,077.44 પોઈન્ટ પર બંધ થયો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 994.46 પોઈન્ટ અથવા 2.45% ઘટીને 39,551.47 પર આવી ગયો હતો.
નિર્દેશાંકો મંદીની પક્કડમાં
“જો ટેરિફની વર્તમાન સ્થિત જળવાઇ રહેશે તો Q2 અથવા Q3 મંદીની શક્યતા વધુ છે. પ્રશ્ન એ છે કે, શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ નીતિઓ સામે કોઇ ઉકેલ શોધે કે કેમ” એમ ધ બાહનસેન ગ્રુપના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ડેવિડ બાહનસેને જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા કે કોચ, કોની સલાહ પર તિલક વર્મા રિટાયર્ડ આઉટ થયો?












