ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જેપી એસોસિયેટ્સ થઇ અદાણીની, રિલાયન્સ હોમ પણ વેચાવા માટે તૈયાર

નવી દિલ્હી, 20 નવેમ્બર, 2025: નાદારીમાં સપડાયેલ જયપ્રકાશ એસોસિયેટ્સ માટે ઓછી બીડ કરવા છતાં પણ અદાણીને કમિટી ઓફ ક્રેડિટર્સ (સીઓસી) તરફથી મંજૂરી મળી ગઇ છે. અદાણી ગ્રુપ કંપની અદાણી એન્ટરપ્રાઇસ (AEL)એ વેદાંતા અને જાલમિયાન સિમેન્ટ (ભારત)ને પાછળ છોડીને 14,535 કરોડમાં બીડ જીતી લીધી છે. એઇએલએ સ્ટક એક્સચેંજમાં કરેલા ફાઇલીંગમાં જણાવ્યું હતું કે કોર્પોરેટ નાદારી સમાધાન પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલી જયપ્રકાશ એસોસિયેટ્સ (JP)ના ધિરાણકર્તાની સમિતિએ અદાણી એન્ટરપ્રાઇસ દ્વારા પ્રસ્તિત સમાધાન યોજનાને મંજૂરી આપી દીધી છે.

AELને ધિરાણકર્તાઓ તરફથી સૌથી વધુ 89 ટકા મત મળ્યા, ત્યારબાદ દાલમિયા સિમેન્ટ અને વેદાંત ગ્રુપનો નંબર આવે છે. બીડની નાણાકીય વિગતો જાહેર કર્યા વિના, AEL એ જણાવ્યું હતું કે તેને 19 નવેમ્બર, 2025 ના રોજ રિઝોલ્યુશન પ્રોફેશનલ (RP) તરફથી લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) મળ્યો હતો.

ધિરાણકર્તાઓએ અદાણી ગ્રુપની બીડને પસંદ કરી હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે ધિરાણકર્તાઓએ અદાણી ગ્રુપની બીડને પસંદ કરી હતી કારણ કે તેણે સ્પર્ધાત્મક ઓફરો કરતાં નોંધપાત્ર રીતે વધુ અપફ્રન્ટ ચુકવણી ઓફર કરી હતી. જૂથે રૂ. 14,535 કરોડનું કુલ પ્લાન વેલ્યુ (TPV) પ્રસ્તાવિત કર્યું હતું, જેમાં રૂ. 6,005 કરોડ અપફ્રન્ટ અને બે વર્ષમાં રૂ. 6,726 કરોડનો સમાવેશ થાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યની દ્રષ્ટિએ, આ દરખાસ્ત આશરે રૂ. 12,000 કરોડ જેટલી થાય છે. દરમિયાન, વેદાંતાએ પાંચ વર્ષમાં રૂ. 3,800 કરોડની અપફ્રન્ટ ચુકવણી અને રૂ. 12,400 કરોડની વિલંબિત ચુકવણી ઓફર કરી હતી, જેનાથી તેનું કુલ પ્લાન મૂલ્ય રૂ. 16,726 કરોડ થયું હતું.

મતદાનમાં NARCL મુખ્ય ભૂમિકા ભજવે છે

નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)એ મતદાનમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી, જે લેણદારોની સમિતિમાં લગભગ 86% મતદાન શેર ધરાવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને ICICI બેંક સહિત ધિરાણકર્તાઓના એક નાના જૂથ, જેમાં ત્રણ% કરતા ઓછા મતદાન શેર હતા, મતદાનથી દૂર રહ્યા.

જૂનમાં પાંચ કંપનીઓ તરફથી મળી હતી બીડ

જયપ્રકાશ એસોસિએટ્સને ગયા વર્ષે જૂનમાં કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા (CIRP) માં દાખલ કરવામાં આવ્યા હતા. કંપનીએ રૂ. 57,185 કરોડના કુલ દેવા પર ડિફોલ્ટ કર્યું હતું, જેના પગલે તેને નાદારી પ્રક્રિયામાં મૂકવામાં આવી હતી. હાલમાં નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહેલી કંપનીએ જૂનમાં જાહેરાત કરી હતી કે તેને પાંચ બીડ મળી છે. આમાં વેદાંત, અદાણી એન્ટરપ્રાઇઝ, દાલમિયા સિમેન્ટ, જિંદાલ પાવર અને PNC ઇન્ફ્રાટેકનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે આ સાથે હવે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL), જે હાલમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP)માંથી પસાર થઈ રહી છે, તેણે તેની રિઝોલ્યુશન યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપનીએ 15 નવેમ્બર, 2025 ના રોજ ફોર્મ G પ્રકાશિત કર્યું છે, જેમાં સંભવિત રિઝોલ્યુશન અરજદારો પાસેથી બીડ આમંત્રિત કરવામાં આવ્યા છે. ખરીદી બીડ 30 નવેમ્બર સુધી ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ આ તો મારો પતિ છે… વરમાળા દરમિયાન સ્ટેજ પર આવી દુલ્હાની પહેલી પત્ની, કલાકો સુધી ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા

Back to top button