‘જૉલી એલએલબી 3’ પર નહીં લાગે રોક, અલ્હાબાદ હાઇકોર્ટે રદ કરી અરજી

ઉત્તર પ્રદેશઃ 5 સપ્ટેમ્બર, 2025: Jolly LLB 3: અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌની ખંડપીઠે ‘જૉલી એલએલબી 3’ની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે કહ્યું કે, ટ્રેલરમાં વકીલો વિરુદ્ધ કોઈ વાંધાજનક સામગ્રી નથી. જય વર્ધન શુક્લાની અરજી પર જસ્ટિસ સંગીતા ચંદ્રા અને જસ્ટિસ બ્રિજ રાજ સિંહની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો. અરજીમાં ઉઠાવવામાં આવેલા વાંધાઓને ફગાવતા કોર્ટે કે, ‘અમે ફિલ્મના ત્રણ સત્તાવાર ટ્રેલર/ટીઝર જોયા છે. તેમાં એવું કંઈ વાંધાજનક નથી કે જેના પર કોર્ટના હસ્તક્ષેપની જરૂર પડે.’
કોર્ટે અરજી કરી રદ
કોર્ટે એમ પણ કહ્યું કે, ફિલ્મના એક ગીત ‘ભાઇ વકીલ હૈ’ના બોલ પણ જોવામાં આવ્યા છે. આમાં પણ કંઇ એવું સામે નથી આવ્યું જે વાંધાજનક હોય કે વકીલોની છબી ખરાબ કરતું હોય. અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી કે, આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર મોટા પાયે પ્રસારિત થઈ રહ્યું છે, જેનાથી વકીલોની છબીને નુકસાન પહોંચે અને ન્યાયતંત્રની ગરિમા પ્રભાવિત થાય.
અરજીમાં શું કરી દલીલ?
અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું કે, ફિલ્મના છેલ્લાં એપિસોડમાં પણ વકીલોની નકારાત્મક છબી રજૂ કરવામાં આવી હતી, જેના કારણે લોકો આ વ્યવસાયથી દૂર થઈ રહ્યા છે અને કાયદાના વિદ્યાર્થીઓ નિરાશ થઈ રહ્યા છે.
જોકે, અરજીનો વિરોધ કરતા, ડેપ્યુટી સોલિસિટર જનરલ એસ.બી. પાંડેએ દલીલ કરી હતી કે અરજી સાંભળવા યોગ્ય નથી. કારણ કે, અરજદારે ફિલ્મ સામે કોઈપણ સક્ષમ અધિકારીને કોઈ રજૂઆત કરી નથી અને સીધી રીતે આ અરજી દાખલ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં શનિવારે ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ
આ પણ વાંચોઃ Teriff War Effect: 15 પૈસાની નબળાઈ સાથે 88.27 ના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો












