નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા અને રહેશે… બમ્પર જીત બાદ JDU એ કરી પોસ્ટ, પછી એકાએક કરી ડિલિટ

બિહાર: 14 નવેમ્બર, 2025: Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલુ છે અને રાજ્યમાં એકવાર ફરીથી NDA સરકારની વાપસી થઈ રહી છે. બપોરના બે વાગ્યા સુધીના આંકડાઓ અનુસાર, NDA બમણી સદી (ડબલ સેન્ચુરી) ફટકારી ચૂક્યું છે, જ્યારે મહાગઠબંધનની હાલત અત્યંત ખરાબ છે.
JDUનું ‘ન ભૂતો ન ભવિષ્યતિ’
પરિણામો વચ્ચે જનતા દળ (યુનાઇટેડ) એટલે કે JDU એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરી હતી, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું. જોકે, થોડી જ વારમાં આ પોસ્ટ ડિલીટ પણ કરી દેવામાં આવ્યું.
આ પોસ્ટમાં JDU દ્વારા લખવામાં આવ્યું હતું કે, “ન ભૂતો, ન ભવિષ્યતિ… નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.”
આ પોસ્ટ કર્યા બાદ તરત જ તેને હટાવી દેવામાં આવી, જેનાથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, NDAએ નીતિશ કુમારના ચહેરા પર જ ચૂંટણી લડી હતી, પરંતુ BJP ક્યારેય ખુલીને ‘નીતિશ કુમાર જ CM રહેશે’ એવું કહ્યું નહોતું.
આ વખતે BJP રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને NDA ગઠબંધનમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં આવી ગઈ છે.
NDA પ્રચંડ જીત તરફ
બિહારની 243 વિધાનસભા બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 199 બેઠકો પર જંગી લીડ સાથે પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે.












