ગુજરાતટોપ ન્યૂઝ

જામનગર : બિલ્ડરના મોત કુદરતી નહીં આપધાન કર્યાનો ખુલાસો, 11 વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ

Jamnagar : જામનગર-અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે. મહત્વનું છે કે, મૃતક પાસેથી જામનગરના પ્રખ્યાત વાઢેર પરિવાર અને દોમડીયા પરિવારે 153 કરોડથી વધુની 28 પ્રોપર્ટી પચાવી પાડી છે. બિલ્ડરના પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા 11 આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર રચવા તથા આપઘાત માટેની દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, મેરામણ પરમારે 2016માં સૌરાષ્ટ્રની પહેલી 6.5 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી હતી. આ અગાઉ 2020માં પણ મેરામણ પરમારે મોડી રાતે માંકડ મારવાની ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ડ્રાઈવરને પાન લેવા મોકલ્યા બાદ ઝેરી દવા પી લીધી

 

સમગ્ર વિગત અનુસાર, જામનગરના મૂળ વતની બિલ્ડર મેરામણભાઈ પરમાર ડ્રાઈવર સાથે ગત તા.10 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે અડાલજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અડાલજ ગામની સીમમાં ગાડી ઊભી રાખી ડ્રાઈવરને પાન લેવા મોકલ્યા બાદ ઝેરી દવા પી લીધી અને તબિયત લથડી હતી. જેના પગલે તેઓને તાત્કાલિક ગોતા-વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાતે તેનું મોત થયું હતું. એ વખતે પ્રથમ દ્રષ્ટિએ કુદરતી કે શંકાસ્પદ મૃત્યુ જણાતા પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર અંતિમ ક્રિયા કરી દીધી હતી.

બિલ્ડરે લખેલી 2 સુસાઈડ નોટ પત્નીને મળી

 

જો કે, મેરામણભાઈના અવસાનના આશરે 10 દિવસ બાદ તા.21 જાન્યુઆરી 2025ના રોજ તેમના પત્ની કિર્તીબેનને ઘરમાંથી એક બંધ કવર મળ્યું હતું, જેના પર મૃતકના હસ્તાક્ષરમાં આ કવર મારા પરિવારના રૂબરૂમાં ખોલશો તેમ લખી તા. 7 જાન્યુઆરી 2025ની તારીખ અને સહી કરેલ હતી. પરિવારે આ કવર ખોલતા તેમાંથી મેરામણભાઈ પરમારના સ્વ-હસ્તાક્ષરમાં લખાયેલી બે અલગ-અલગ સુસાઈડ નોટો મળી આવી હતી.

આ પણ વાંચો : નેપાળનું મંત્રીમંડળ આપત્તિ રાહત માટે એક મહિનાનો પગાર આપશે, પૂર પેકેજ અને DAP ખાતરની આયાતને આપી મંજૂરી

Back to top button