ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રથયાત્રા પહેલાં મોટી સફળતા: ગુજરાત-મધ્યપ્રદેશ ATSના સંયુક્ત ઓપરેશનમાં JeMના 8 આતંકીઓ ઝડપાયા

પાટણ: આગામી રથયાત્રા તહેવાર પહેલાં ગુજરાત અને મધ્યપ્રદેશ ATSના સંયુક્ત ઓપરેશને મોટી સફળતા હાંસલ કરી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા કુલ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

આજે સિદ્ધપુરમાં વધુ 5ની અટકાયત આ ઓપરેશનના ભાગરૂપે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ 5 શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ સાથે મળીને ATS ટીમે વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ અને સર્વેલન્સ ઓપરેશન હાથ ધર્યું હતું.

પ્રાથમિક તપાસમાં ખુલાસા પ્રાથમિક તપાસ મુજબ, સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયા હતા. આજે સિદ્ધપુરમાં વધુ 5 સંદિગ્ધોની અટકાયત સાથે કુલ આંકડો 8 થઈ ગયો છે. ATSને સિદ્ધપુર તાલુકામાં આ નેટવર્ક વધુ સક્રિય હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.

ચાટાવાડા ગામમાં સર્ચ ઓપરેશન મેગા ઓપરેશન અંતર્ગત ATS ટીમે સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના ઘરે તલાશી અભિયાન ચલાવ્યું. તેમના પરિવારજનોની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત, મોહમદ અમીન શેરા દ્વારા સિદ્ધપુર વિસ્તારમાં ખરીદેલા શંકાસ્પદ સામાનના સગડ મેળવવા માટે ઝાપલીપોલ સહિતના વિસ્તારોના વેપારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

રથયાત્રામાં વિઘ્નનું ષડયંત્ર ATSના જણાવ્યા અનુસાર, આ સમૂહ રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારો દરમિયાન વિઘ્ન સર્જવા અને જૈશ-એ-મોહમ્મદ સંગઠનને ફરીથી સક્રિય કરવાના મોટા ષડયંત્રમાં સામેલ હતો. સમયસર કરવામાં આવેલી આ કાર્યવાહીથી મોટા હુલ્લડ અને આતંકી પ્રવૃત્તિને અટકાવી શકાઈ છે.

તપાસ હજુ ચાલુ છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ લોકોના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ATS અને સ્થાનિક પોલીસની ટીમો સતત સતર્ક છે.

આ પણ વાંચો: દેશના મોટા ભાગના વિસ્તારમાં આજે હવામાન ડ્રાય રહેશે, બિહાર-બંગાળ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદનું એલર્ટ

Back to top button