ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજથી ગુજરાત ભ્રમણ કરશે, યાત્રાધામ અંબાજીમાં દર્શનથી શરુઆત કરી

અંબાજી, 10 ઓક્ટોબર 2025: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજથી ગુજરાત ભ્રમણે નીકળવાના છે. જેની શરુઆત તેમણે પવિત્ર યાત્રાધામ અંબાજીથી શરુ કરી છે. જગદીશ વિશ્વકર્મા અંબાજી ધામમાં માતાજીના દર્શન કરી ગુજરાત પ્રવાસની શરુઆત કરશે.તેમણે સવારે અંબાજીના દર્શન કર્યા, ત્યાર બાદ પાલનપુર, ઊંઝામાં ઉમિયા માતાના દર્શન કરશે. બાદમાં મહેસાણા થઈ સાંજે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ ગુજરાત પ્રવાસ દરમ્યાન તેઓ કુલ 6 જેટલા મહાસંમેલનને સંબોધન કરશે. જેમાં 11 ઓક્ટોબરના રોજ સુરતમાં સીઆર પાટિલ તથા 14 ઓક્ટોબરના રોજ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ તેમની સાથે કાર્યક્રમમાં જોડાશે. જગદીશ વિશ્વકર્માએ ફુલહારને બદલે પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ શરુ કરી છે. જે જરુરિયાતમંદ બાળકોને વહેંચવામાં આવશે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી 2025: આજથી નોમિનેશન ભરવાનું શરુ થયું, NDA અને INDIA અલાયંસ ક્યારે જાહેર કરશે ઉમેદવારો?












