IPL 2026: IPL ઈતિહાસના એવા 5 રેકોર્ડ જે આજે પણ અકબંધ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. 2025માં પંજાબ કિંગ્સને હરાવીને RCBએ તેમનો વર્ષો જૂનો ખિતાબનો દુષ્કાળ ખતમ કર્યો હતો. IPLમાં અનેક રેકોર્ડ્સ બન્યા છે, પરંતુ કેટલાક એવા પણ આંકડા છે જે અત્યાર સુધી કોઈ બદલી શક્યું નથી.
1. ઓરેન્જ કેપ પર માત્ર ઓપનર્સનો કબજો
IPLના ઇતિહાસમાં 2008થી અત્યાર સુધી કોઈ પણ ‘નોન-ઓપનર’ (જે ઓપનિંગ કરવા ન આવતા હોય તેવા) બેટ્સમેને ઓરેન્જ કેપ જીતી નથી. અત્યાર સુધીના તમામ 14 વિજેતાઓ સલામી બેટ્સમેન રહ્યા છે.
2. 300 રનનો જાદુઈ આંકડો હજુ દૂર
કોઈપણ ટીમ હજુ સુધી એક ઇનિંગમાં 300 રનનો સ્કોર બનાવી શકી નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ 2024માં RCB સામે 287/3 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. 2025માં પણ SRH એ 286 અને 278 રન બનાવીને તરખાટ મચાવ્યો હતો.
3. ભારતીય ખેલાડી દ્વારા 150+ રનની ઇનિંગ બાકી
કોઈપણ ભારતીય બેટ્સમેન હજુ સુધી એક ઇનિંગમાં 150 રનનો આંકડો વટાવી શક્યો નથી. ભારતીયોમાં સર્વોચ્ચ સ્કોર અભિષેક શર્માના નામે છે, જેમણે 2025માં પંજાબ સામે 141 રન બનાવ્યા હતા. જ્યારે ક્રિસ ગેલ (175) અને બ્રેન્ડન મેક્કુલમ (158) ના નામે સૌથી મોટી ઇનિંગ્સના રેકોર્ડ છે.
4. રોહિત શર્મા અને 600 રનનો દુષ્કાળ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ અત્યાર સુધી કોઈપણ એક સીઝનમાં 600 રન બનાવ્યા નથી. ‘હિટમેન’ માત્ર એક જ વાર (2023માં 538 રન) 500 રનનો આંકડો પાર કરી શક્યા છે.
5. RCB અને ફેર પ્લે એવોર્ડ
RCBએ અત્યાર સુધી ક્યારેય ‘ફેર પ્લે એવોર્ડ’ જીત્યો નથી. આ એવોર્ડ તે ટીમને આપવામાં આવે છે જે સમગ્ર સીઝન દરમિયાન મેદાન પર ખેલદિલી અને શિસ્તબદ્ધ આચરણ બતાવે છે.
આ પણ વાંચોઃ Big Breaking: PM મોદી તમામ રાજ્યોના CM સાથે કરશે બેઠક, આ મુદ્દે ચર્ચા થઈ શકે
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા માટે KYC નિયમ: ફેક એકાઉન્ટ અને સાયબર ફ્રોડ રોકવા સરકારનો પ્લાન
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












