IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

આઈપીએલ 2025 : RCB જીત બાદ પોઈન્ટ ટેબલમાં પહોંચી ટોપ ઉપર, આ ટીમ ટોપ-4થી બહાર થઈ

નવી દિલ્હી, 28 એપ્રિલ : IPL 2025માં ચાહકોને 27મી એપ્રિલે બે શાનદાર મેચ જોવા મળી હતી. દિવસની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને તેના હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. મુંબઈ અને બેંગ્લોરની જીત બાદ IPL 2025ના પોઈન્ટ ટેબલમાં મોટો અપસેટ થયો છે.

દિલ્હી કેપિટલ્સ સામેની જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ સ્થાને આવી ગયું છે અને તેની ટીમે પ્લેઓફ તરફ વધુ એક પગલું ભર્યું છે. દિલ્હીને હરાવીને બેંગલુરુના હવે 14 પોઈન્ટ થઈ ગયા છે. લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે અને હાલમાં તેના ખાતામાં 12 પોઈન્ટ છે.

ગુજરાતનો નેટ રન રેટ RCB કરતા સારો છે

દિલ્હી કેપિટલ્સ સામેની આ જીત બાદ બેંગલુરુના 10 મેચમાં 7 જીત અને ત્રણ હાર સાથે 14 પોઈન્ટ થઈ ગયા છે. બેંગ્લોરનો નેટ રન રેટ +0.521 છે. આ પછી આ યાદીમાં ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને છે. ગુજરાતના 8 મેચમાં છ જીત અને બે હાર બાદ 12 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.104 છે.

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ હવે ત્રીજા સ્થાને આવી ગઈ છે. 10 મેચમાં છ જીત અને ચાર હાર બાદ મુંબઈના 12 પોઈન્ટ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ ચોથા સ્થાને છે. દિલ્હીના હાલમાં 9 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ છે. હાલની સ્થિતિને જોતા લાગે છે કે આ 4 ટીમો આખરે પ્લેઓફમાં પહોંચી શકે છે.

IPL 2025 પ્લેઓફની રેસ રસપ્રદ બની

IPL 2025 પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. આ સિઝનમાં અત્યાર સુધી 46 મેચ રમાઈ છે પરંતુ કોઈ પણ ટીમ સત્તાવાર રીતે પ્લેઓફમાંથી બહાર થઈ નથી. જ્યારે ત્રણ ટીમોના 12-12 પોઈન્ટ, પંજાબના 11 પોઈન્ટ અને લખનૌના 10 પોઈન્ટ છે. પંજાબ અને લખનૌ હાલ ટોપ-4માંથી બહાર છે. આ સિવાય કોલકાતા, હૈદરાબાદ, રાજસ્થાન અને ચેન્નાઈ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. પરંતુ ટોપ-4 સુધીની સફર તેમના માટે અત્યંત મુશ્કેલ બની રહી છે.

જો બેંગલુરુ અહીંથી વધુ એક કે બે મેચ જીતે તો પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. બેંગલુરુના 14 પોઈન્ટ હોવા છતાં તેની પ્લેઓફની ટિકિટ હજુ કન્ફર્મ થઈ નથી. પ્લેઓફની રેસમાં હજુ છ ટીમો છે જે વધુમાં વધુ 18 કે તેથી વધુ પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં દરેક મેચ સાથે પ્લેઓફની રેસ વધુ રસપ્રદ બની જશે.

આ પણ વાંચો :- DC Vs RCB : કે.એલ.રાહુલ અને કોહલી વચ્ચે મેદાનમાં થઈ ઉગ્ર બોલાચાલી, વીડિયો થયો વાયરલ

Back to top button