IPLટોપ ન્યૂઝવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

IPL 2025: મુંબઈએ લખનઉ સામે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી, રોહિત શર્મા બહાર

લખનઉ, તા. 4 એપ્રિલ, 2025: આઈપીએલ 2025નો 16મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ દરમિયાન કહ્યું કે રોહિત શર્મા ઘાયલ છે જેના કારણે તે આ મેચમાં રમી રહ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં પાછો ફરશે. લખનઉ સુપર જાયન્ટ્સે આ મેચ માટે તેમના પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે.


લખનઉ સુપર જાયન્ટ્સ: એડન માર્કરમ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ સિંહ રાઠી, આકાશ દીપ, અવેશ ખાન.

ઈમ્પેક્ટ પ્લેયર્સ: રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહેમદ, એમ સિદ્ધાર્થ, આકાશ સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સ: વિલ જેક્સ, રેયાન રિકલટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, દીપક ચહર, વિગ્નેશ પુથુર.

ઈમ્પેક્ટ પ્લેયર્સ: તિલક વર્મા, કોર્બીન બોશ, રોબિન મિંજ, સત્યનારાયણ રાજુ, કરણ શર્મા.

Back to top button